દુનિયાના નકસામાં ખૂબ જ નાના પરંતુ તમામ ક્ષેત્રે મોટું નામ ધરાવતા દેશ ઇઝરાયલના રાજકારણમાં ફરી એક વખત ગરમાટો આવી ગયો છે. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેત્નયાહુના એક દશકાથી ચાલી આવતા શાસનનો હવે અંત આવિ ગયો છે. દક્ષિણપંથી યામિના પાર્ટીના નેતા નફ્તાલી બેનેટે રવિવારે ઇઝરાયલના નવા વડા પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરી લીધા છે. આ સાથે જ 12 વર્ષથી બેન્જામિન નેત્નયાહુનો જે કાર્યકાળ ચાલી આવતો હતો તેનો પણ અંત આવી ગયો છે. ઇઝરાયેલના નવા વડા પ્રદાન અને સ્પેશિયલ ફોર્સમાં કમાન્ડો રહી ચૂકેલા બેનેટને ઇઝરાયલના નવા વડા પ્રધાન બનવા બદલ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુભકામના પાઠવી હતી. એટલું જ નહીં તેમણે ઇઝરાયેલના તત્કાલિક વડા પ્રધાન બેન્જામિન નેત્નયાહુનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે ઇઝરાયેલના વડા પ્રધાન બનવા માટે નફ્તાલી બેનેટને ખૂબ ખૂબ અભિનંદન, અમે ઇઝરાયલ સાથેના રાજનૈતિક સંબંધોના 30 વર્ષ પૂર્ણ કરવા તરફ જઇ રહ્યાં છે. અને આ પ્રસંગે બંને દેશો વચ્ચે રણનિતીમાં હિસ્સેદારી વધે અને બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત થાય તે માટે હું તમારી સાથે મુલાકાત કરવા ઉત્સુક છું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સફળ કાર્યકાળની સમાપ્તી બદલ તત્કાલિકન વડા પ્રધાન નેત્નયાહુના પણ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, ભારત અને ઇઝરાયેલ વચ્ચેની રણનિતીમાં અંગત રીતે ધ્યાન આપવા બદલ તેઓ તેમના ઋણી રહેશે. તેમણે બેન્જામિન નેત્નયાહુનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલની સંસદમાં 120 સબ્યો છે અને નવી સરકાર માટે રવિવારે મતદાન થયું હતું જેમાં 60 સભ્યોએ બેન્જામિન નેત્નયાહુના વિરોધમાં મતદાન કર્યું હતું જ્યારે 59 સભ્યોએ તેમની તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે એક સભ્ય ગેરહાજર રહ્યાં હતાં. નવી રચાયેલી સરકારમાં કુલ 27 મંત્રીઓ છે જે પૈકી 9 મહિલાઓને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. નવી સરકાર રચવા માટે અલગ અલગ વિચારધારા ધરાવતી પાર્ટીઓ એક થઇ ગઇ છે. સૌથી નવાઇની વાત તો એ છે કે, ઇઝરાયલથી બિલકુલ વિપરિત વિચારધારા ધરાવતી આબર સમુદાયને પાર્ટીએ પણ નવી સરકારને સમર્થન આપ્યું છે. યેશ એદિત પાર્ટીના મિકિ લેવીને સ્પીકર પદે ચૂંટી કાઢવામાં આવ્યા છે અને તેમના સમર્થનમાં 67 મતો પડ્યા છે. હવે નવા વડા પ્રધાન બનતા ઇઝરાયેલ અને ભારત વચ્ચે કેવા સંબંધ રહેશે તેની પર સમગ્ર દુનિયાની નજર છે.
Related Articles
ઇદ નિમિતે ભારત પાકિસ્તાન સૈનિકો દ્વારા મિઠાઇની આપ-લે
બૉર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) અને પાકિસ્તાન રેન્જર્સ વચ્ચે બુધવારે ઈદ ઉલ જુહાના પ્રસંગે સરહદ પર વિવિધ સ્થળોએ મીઠાઇની આપ-લે કરવામાં આવી હતી.પાકિસ્તાને આ રિવાજને 2019માં ટાળી દીધા બાદ આ પ્રથમ વખત છે જ્યારે મીઠાઇની આપ-લે કરવામાં આવી છે. નરેન્દ્ર મોદી સરકારે 5 ઑગસ્ટ, 2019ના રોજ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 37૦ની જોગવાઈઓ રદ કર્યા […]
એનસીપી ચીફ શરદ પવાર અને પ્રશાંત કિશોર વચ્ચે બેઠક યોજાઇ
એનસીપીના પ્રમુખ શરદ પવાર સોમવારે રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરને મળ્યા હતા અને તેઓ મંગળવારે દેશના વર્તમાન પરિપ્રેક્ષ્ય પર ચર્ચા કરવા માટે અનેક પાર્ટીઓ અને જાણીતા હસ્તીઓની બેઠકનું આયોજન કરશે. તેમની પાર્ટીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, મરાઠા વિપક્ષને એક કરવા માટે કામ કરી રહ્યા છે.આ બેઠક શરદ પવારના નિવાસસ્થાને મળી હતી. આ મહિને યોજાયેલી આ બીજી […]
મહારાષ્ટ્રના થાણેમાં બિલ્ડિંગનો સ્લેબ પડતાં 7નાં મોત
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ઉલ્હાસનગરમાં શુક્રવારે મોડી રાતે પાંચ માળની ઈમારતનો સ્લેબ ધરાશાયી થયો હતો. એનાથી બિલ્ડિંગમાં રહેતા 7 લોકોનાં મોત થયા છે. તાજેતરમાં મળેલી માહિતી પ્રમાણે, બાકીના લોકોનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું છે. બે લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. તેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બંનેને થાણેની જિલ્લા હોસ્પિટલમાં દાખલ […]