ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી બેઠક પૂર્ણ થઇ ગઇ છે. આ મુલાકાત આશરે દોઢ કલાક સુધી ચાલી હતી. આ મુલાકાત દરમિયામ મુખ્યમંત્રીએ તેમના ચાર વર્ષના કાર્યકાળનો રિપોર્ટ નરેન્દ્ર મોદીને સોંપ્યો છે. આ બેઠક દરમિયાન આવતા વર્ષે આવી રહેલી ઉત્તર પ્રદેશ વિધાન સભાની ચૂંટણી ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક પછી યોગી આદિત્યનાથે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી અને ત્યાર પછી તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ મળ્યા હતા.
Related Articles
મંત્રી મંડળ વિસ્તરણ : પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પર સૌની નજર
બુધવારે ભાજપ સરકારની કેન્દ્રિય કેબિનેટનું વિસ્તરણ થઇ જવા રહ્યું છે. આ પહેલા સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને સંગઠન મંત્રી બીએલ સંતોષ વચ્ચે બેઠકનો ખૂબ જ લાંબો દોર ચાલ્યો હતો. કલાકો સુધી ચાલેલી આ બેઠકમાં કેબિનેટ વિસ્તરણને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. 2019માં મોદી સરકાર બન્યા પછી પહેલી વખત કેબિનેટનું વિસ્તરણ થવા જઇ […]
રાજ્યસભામાં હંગામો થતાં સિક્યુરિટી ગાર્ડ બોલાવવા પડ્યા
ગુરુવારે સરકાર અને વિપક્ષ વચ્ચે આક્ષેપો અને પ્રતિ-આક્ષેપોના જોવા મળ્યા હતા. રાજ્યસભામાં બીજા દિવસે હંગામાના કારણે કામગીરી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. વિપક્ષના સભ્યોના હંગામા વચ્ચે મંગળવારે રાજ્યસભામાં ગાર્ડ બોલાવવા પડ્યા હતા. ગુરુવારે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ 15 વિપક્ષી દળો સાથે સંસદથી વિજય ચોક સુધી રેલી કાઢી હતી. તેમણે આરોપ લગાવ્યો કે, સરકારે […]
ભારત પાકિસ્તાન સરહદ પરથી 200 કરોડનું ડ્રગ્સ પકડાયું
આંતરરાષ્ટ્રીય બજારમાં 200 કરોડ રૂપિયાની કિંમતનું આશરે 40 કિલો હેરોઈન શનિવારે વહેલી સવારે અમૃતસરમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક પાંજરાયણ વિસ્તારમાંથી મળી આવ્યું હતું. પંજાબ પોલીસ અને બૉર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) દ્વારા સંયુક્ત ઑપરેશન દરમિયાન હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. અમૃતસર (ગ્રામીણ)ના વરિષ્ઠ પોલીસ અધિક્ષક ગુલનીત સિંહ ખુરાનાએ જણાવ્યું હતું કે, પોલીસને માહિતી મળી હતી કે કુખ્યાત […]