ગુજરાતમાં ચોમાસાનો કરંટ, કપરાડામાં 2 ઇંચ વરસાદ

દક્ષિણ – પશ્વિમ ચોમાસું હવે દક્ષિણ ગુજરાતના વલસાડ સુધી પહોચી ગયું છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી તા.13મી જૂન સુધીમાં રાજયમાં વ્યાપક વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત આગામી તા.13મી જૂન સુધી દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના સાગરકાંઠે દરિયો તોફાની રહેવા સાથે પ્રતિ કલાકના 45થી 55 કિમીની ઝડપે પવન ફુંકાવવાની સંભાવના રહેલી છે એટલુ જ નહીં પવનની ગતિ વધીને 65 કિ.મી. સુધી પહોંચી શકે તેમ છે, તેના પગલે માછીમારોને દરિયો ખેડવા નહીં જવા તાકિદ કરાઈ છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયમાં છેલ્લા 24 કલાકમાં 13 તાલુકાઓમાં 42 મીમીથી 1 મીમી જેટલો વરસાદ થયો છે. જેમાં 1.6 ઈંચ વરસાદ થયો છે. સુરત સિટીમાં એક ઈંચ., વલસાડના કપરાડામાં 20મીમી, વાપીમાં 12 મીમી , ડાંગ – આહવામાં 12 મીમી , ઉનામાં 8 મીમી , તેમજ ખાંભા, ગીર ગઢડા અને રાજુલામાં પણ વરસાદ થયો હતો. આજે ચોમાસાનો કરંટ વલસાડ સુધી પહોંચી ગયા બાદ કપરાડામાં 2 ઈંચ વરસાદ થયો છે. આ ઉપરાંત ઉમરગામ, પારડી, ધરમપુર, વાપી, ચીખલી, વલસાડ, જલાલપોરમાં વરસાદ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *