રાજ્ય સરકારે રવિવારે ફાયર સેફટીના મામલે મહત્વના સુધારાઓ જાહેર કર્યા છે. જે મુજબ રાજ્યમાં ૯ મીટર સુધીની ઉંચાઇ ધરાવતા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ ફાયર સેફટી NOC લેવાનું રહેશે નહીં. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ફાયર સેફ્ટી NOC અંગે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યા છે, જે મુજબ ૯ મીટરથી ઓછી ઉંચાઇ ધરાવતા હોય અને બેઇઝમેન્ટ ન હોય તેવા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ હવે ફાયર NOC લેવાનું રહેશે નહિ. પરંતુ આવી શૈક્ષણિક સંસ્થાઓ નિર્દિષ્ટ નિયમાનુસારની ફાયર સેફ્ટી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરીને સેલ્ફ એટેસ્ટેડ સ્વપ્રમાણિત- રીતે ફાયર NOC જાતે મેળવી શકશે. આ સ્વપ્રમાણિત- સેલ્ફ એટેસ્ટેડ ફાયર NOC મેળવ્યાની જાણ સંબંધિત નગર, શહેર કે જિલ્લામાં શિક્ષણ વિભાગના અધિકારીને કરવાની રહેશે. રાજ્યમાં ઘણા કિસ્સાઓમાં ફાયર NOCની તમામ જોગવાઇઓ પૂર્ણ થતી હોવા છતાં બી.યુ. પરમીશન ન હોવાને કારણે ફાયર NOC આપવામાં આવતું નથી. મકાનના વપરાશ પ્રમાણપત્ર એટલે કે બી.યુ. ન મળવાના અન્ય કારણો પણ હોઇ શકે છે. આ સંદર્ભમાં રાજ્ય સરકાર દ્વારા નિયામક અગ્નિશમન સેવાઓને સ્પષ્ટતા કરવામાં આવી છે કે ફાયર NOC આપવી એ બી.યુ. પરમીશન પૂર્વેની જરૂરિયાત છે, એટલે કે જ્યાં બી.યુ. પરમીશન ન મળી હોય તેવા બિલ્ડિંગો પણ જો ફાયર NOCની જોગવાઇઓની સંપૂર્ણ પૂર્તતા કરતાં હોય તો તેમને ફાયર NOC આપવા માટે બી.યુ. પરમીશનનો બાધ રહેશે નહિ. નગરપાલિકા વિસ્તારોમાં ફાયર NOC આપવાની સત્તા અને અધિકારો અગ્નિશમન નિયામકના સ્થાના સંબંધિત નગરપાલિકાના ફાયર ઓફિસરોને આપવામાં આવશે. આ નિર્ણયને પરિણામે રાજ્યના નગરોમાં ફાયર NOC લોકોને ત્વરાએ મળી શકશે. રાજ્યમાં અગ્નિશમન સેવાઓનો વ્યાપ વધે અને લોકોને સરળતા રહે તે માટે એક વધુ ફાયર રિજિયનનો ઉમેરો કરવાનો પણ નિર્ણય કર્યો છે. હવે રાજ્યમાં આઠ મહાનગરો ઉપરાંત રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટિઝ કચેરીના કાર્યક્ષેત્ર મુજબ અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, રાજકોટ અને ભાવનગર એમ છ ફાયર રિજિયન મળી કુલ ૧૪ ફાયર રિજિયન કાર્યરત થશે. આ ફાયર રિજિયનના ફાયર ઓફિસરોએ આઇ.એ.એસ. કક્ષાના સિનિયર ઓફિસરો જે તે પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવે છે તેમના નિયંત્રણ હેઠળ ફરજો બજાવવાની રહેશે. સરકારે એવો પણ નિર્ણય કર્યો છે કે, શહેરી વિકાસ સત્તા મંડળોના વિસ્તારોમાં સમાવિષ્ટ વિસ્તારો માટે મહાનગર પાલિકાના ચીફ ફાયર ઓફિસર ફાયર NOC આપવાની કામગીરી કરશે.
Related Articles
વડોદરાના કુંભારવાડા યુવક મંડળના બર્ફિલા પહાડની થીમ
વડોદરાના પાણીગેટ સ્થિત કુંભારવાડા સ્થિત કુંભારવાડા યુવક મંડળ દ્વારા હિમાલયની પર્વતમાળા બનાવી તેમાં ગણનાયકને બિરાજમાન કરાવવામાં આવ્યાં છે. (નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
સુરતમાં 2 ફૂટ સુધીની મૂર્તિનું ફરજિયાત ઘરઆંગણે વિસર્જન
આવતા સપ્તાહે સુરતના સૌથી મોટા ગણાતા ગણેશોત્સવનો રંગે ચંગે પ્રારંભ થઇ રહ્યો છે. ગયા વર્ષે કોરોનાના કારણે આ ઉત્સવ સાર્વજનિક રીતે ઉજવી શકાયો ન હતો. પરંતુ આ વર્ષે રાજ્ય સરકારે છૂટ આપતાની સાથે જ ગણેશભક્તોમાં ખુશીની લહેર દોડી ગઇ છે. સુરત મહાનગર પાલિકાએ પણ કૃત્રિમ તળાવો બનાવવાની શરૂઆત કરી દીધી છે. દરમિયાન સુરત શહેર ગણેશ […]
ગુજરાતના 3.50 લાખ ટ્રસ્ટોના માથેથી મોટી ઘાત ટળી
તાજેતરમાં ભારત સરકારના નાણાં વિભાગ દ્વારા ટ્રસ્ટડીડમાં ટ્રસ્ટ રદ કરવા અંગે જોગવાઇ કરવામાં આવી છે અને તે બાબતે દરેક સંસ્થાઓ પાસેથી માહિતી માગવામાં આવી છે તેને લઇને ઘણો મોટો ગુચવાડો ઊભો થયો હતો. દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં 3.50 લાખથી વધુ ટ્રસ્ટો, સંસ્થાઓ, એનજીઓ, ચેરીટી એક્ટ હેઠળ રજીસ્ટ્રર થયા છે ઘણા ટ્રસ્ટો એવા છે જે […]