હિંદી સિનેમાના પ્રખ્યાત અભિનેતા દિલીપ કુમારને મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણવા મળ્યા મુજબ દિલીપ કુમારને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી અને હાલ તેમને હોસ્પિટલમાં મોનિટરિંગમાં રાખવામાં આવ્યા છે. દિલીપ કુમારના ટ્વીટર એકાઉન્ટ પરથી જ તેમના બીમાર હોવાની જાણકારી આપવામાં આવી હતી. દિલીપ કુમાર ગત મહિને પણ હિંદુજા હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેમની પત્ની સાયરા બાનોના કહેવા પ્રમાણે તેઓ રૂટિન ચેકઅપ માટે ભરતી થયા હતા. સ્વાસ્થ્યલક્ષી કારણોના કારણે સમયાંતરે દિલીપ કુમારનું રૂટિન ચેકઅપ થતું રહે છે. તેના થોડા દિવસો બાદ તમામ રિપોર્ટ્સ ઠીક આવ્યા બાદ અભિનેતાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
Related Articles
તાલીબાને કાબૂલ નજીકના ગઝની પર પણ કબજો કર્યો
તાલીબાને કાબૂલની નજીકનું એક વ્યુહાત્મક પ્રાંતીય પાટનગર કબજે કર્યું છે અને અફઘાનિસ્તાનના ત્રીજા ક્રમના સૌથી મોટા શહેરની સંરક્ષણ હરોળ તોડી છે, જે સાથે અમેરિકાના લશ્કરી મિશનનો અહીં અંત આવે તેનાથોડા સપ્તાહો પહેલા જ દેશની મુશ્કેલીગ્રસ્ત સરકારનું શાસન વધુ સંકોચાયું છે. ગઝનીને કબજે કરીને તાલીબાનોએ અફઘાન રાજધાનીને દેશના દક્ષિણી પ્રાંતો સાથે જોડતો મહત્વનો ધોરીમાર્ગ કાપી નાખ્યો […]
દક્ષિણના રાજ્યોમાં કોરોનાની ગંભીર સ્થિતિ
કેરળ(KERELA) માં ત્રણ મહિનાના સમયગાળા પછી બુધવારે 30,000થી વધુ વાયરસના કેસ નોંધાયા છે. જ્યારે ત્યાંનો ટેસ્ટ પોઝિટિવિટી રેટ (ટીઆરપી) વધીને 19 ટકા થયો છે. દક્ષિણના રાજ્યમાં બુધવારે 31,445 નવા કોરોના સંક્રમણના કેસ નોંધાયા હતા. જ્યારે, વધુ 215 મોત સાથે કુલ મૃત્યુઆંક 19,972 પર પહોંચી ગયો છે. આ અગાઉ કેરળમાં 20 મેના રોજ કોરોના(CORONA)ના નવા કેસનો […]
સુપ્રીમ કોર્ટે કોવિડ-૧૯ની સ્થિતિને રાષ્ટ્રીય કટોકટી ગણાવી
સુપ્રીમ કોર્ટે આજે કોવિડ-૧૯ની સ્થિતિને લગભગ રાષ્ટ્રીય કટોકટી જેવી ગણાવી હતી જ્યારે આ અદાલત વેદાન્તાની તમિલનાડુના તુતીકોરિન ખાતેના તેના સ્ટરલાઇટ કોપર યુનિટને ખોલવા દેવાની અરજી એ ભૂમિકા પર સાંભળવા સંમત થઇ હતી કે તે હજારો ટન ઓક્સિજનનું ઉત્પાદન કરશે અને દર્દીઓની સારવાર માટે મફત આપશે. ચીફ જસ્ટિસ બોબડેના વડપણ હેઠળની બેન્ચ તમિલનાડુ સરકારના વિરોધથી પ્રભાવિત […]