ગુજરાતની એન્ટિ ટેરેરિસ્ટ સ્કવોડને મોટી સફળતા મળી છે. લૂંટ સહિત અનેક ગુનાઓમં સંડોવાયેલા હિસ્ટ્રીશિટરને ઝડપી પાડવામાં એટીએસ ગુજરાત સફળ રહી છે. મળેલી બાતમીના આધારે ભરૂચના એક મકાનમાં દરોડો પાડીને અમદાવાદના જુહાપુરામાં રહેતા અઝહર શેખને ઝડપી પાડવામાં આવ્યો છે. આઠ મહિના પહેલા તે અમદાવાદમાં થયેલી દોઢ કરોડની લૂંટમાં સંડોવાયેલો હતો. તેના સ્કૂટરની ડિકીની તપાસ કરતાં તેમાંથી બે દેશી બંદૂક અને બે ચાકુ પણ પોલીસને મળી આવ્યા છે. તેની ઉપર 25 થી વધુ ગુના નોંધાયેલા છે.
Related Articles
હવે રાજ્યમાં સાંજે 7 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે
કોરોનાના કેસો હવે ઘટીને 695 સુધી આવી જતાં રાજ્ય સરકારે મીની લોકડાઉનના કેટલાંક નિયંત્રણો હળવા કરવા નિર્ણય લીધો છે. તા. ૧૧ જૂન ૨૦૨૧ના સવારે ૬ વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે, આ નિયંત્રણો તા. ૧૧ જૂનથી ૨૬મી જૂન સવારે ૬ વાગ્યા સુધી હળવા કરવામાં આવ્યા છે. આજે સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની […]
ધરમપુરમાં આદિવાસીસમાજની માવલી માતાનું પૂજન
ધરમપુર તાલુકાના મોટીઢોલ ડુંગરી ગામે આદિવાસી સમાજની માવલી માતાનું પૂજન સમાજની રીતી રિવાજ પ્રમાણે કરવામાં આવ્યું હતું. આદિવાસી પ્રજામાં અનાજ, ધાન્યની કાપણી પહેલા કે પછી માવલી માતાની પૂજા અને નાચગાન કરવામાં આવે છે. માવલી માતાની પૂજા ગામના ભુવાઓ કે જેમને અહીંના સ્થાનિકો ભગત દ્વારા કરવામાં આવે છે.આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના અગ્રણીઓ ડૉ.નીરવ પટેલ ચીંતુબા (છાંયડો) […]
રાજ્ય સરકારે વ્યાપારી સંગઠનોના સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયને આવકાર્યો
રાજયમાં કોરોનાના એકજ દિવસમાં કેસો વધીને 10,000ને પાર કરી ગયા છે છતાં પણ સરકાર લોકડાઉન કરવા માટે તૈયાર નથી. હવે સરકાર ધંધાર્થીઓના ખભે લોકડાઉનની બંદુક ફોડવાના પ્રયાસો કરી રહ્યાં છે. આજે રાજયના સીએમ વિજય રૂપાણીએ ગુજરાત વેપારી મહામંડળ, અમદાવાદ , વડોદરા , સુરત , રાજકોટ , જામનગર , જૂનાગઢ , વિસનગર , સુરેન્દ્રનગર, ભાવનગર , […]