ઉત્તર પ્રદેશના બલરામપુર ખાતેથી માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. વાયરલ વીડિયોમાં 2 યુવકો એક મૃતદેહને રાપ્તિ નદીના પુલ પરથી નદીમાં ફેંકતા જોઈ શકાય છે. મૃતદેહને નદીમાં ફેંકનારા એક યુવકે પીપીઈ કીટ પહેરેલી છે અને આ ઘટના સિસઈ ઘાટ પર બનાવાયેલા પુલ ખાતેની હોવાનું જાણવા મળ્યું છે. આ વાયરલ વીડિયો 29 મેની સાંજનો છે. વીડિયોમાં પીપીઈ કીટ વગર જે યુવાન છે તેની ઓળખ મેળવી લેવાઈ છે. તેનું નામ ચંદ્ર પ્રકાશ છે અને તે સ્મશાન ઘાટ પર કામ કરે છે. તેના કહેવા પ્રમાણે કેટલાક લોકોએ તેને પુલ પર બોલાવ્યો હતો અને મૃતદેહ નીચે ફેંક્યો હતો. ચંદ્ર પ્રકાશે જણાવ્યું કે, કેટલાક લોકો તેને પુલ પર લઈ ગયા હતા અને નદીમાં મૃતદેહ ફેંકીને જતા રહ્યા હતા. ચંદ્ર પ્રકાશે લાકડા હોવાનું કહ્યું હતું પરંતુ તેમણે જળ પ્રવાહ કરવા કહીને તેની વાત અવગણી હતી. જાણવા મળ્યા મુજબ મૃતક વ્યક્તિ સિદ્ધાર્થનગર જિલ્લાના શોહરતગઢ થાણા ક્ષેત્રની છે અને તેમનું નામ પ્રેમનાથ મિશ્ર હતું. 28 મેના રોજ જિલ્લા હોસ્પિટલ ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના મૃતદેહને કોવિડ પ્રોટોકોલ અંતર્ગત અંત્યેષ્ઠિ સ્થળે તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. આ બનાવ અંગે કેસ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
Related Articles
હરિયાણામાં ખેડૂત અને સરકાર વચ્ચે તણાવ યથાવત
ગયા મહિને પોલીસના લાઠીચાર્જને લઈને વિરોધ કરી રહેલા ખેડૂતો અને જિલ્લાના અધિકારીઓ વચ્ચેની વાતચીતનો બીજો રાઉન્ડ બુધવારે નિષ્ફળ ગયો છે અને પ્રદર્શનકારીઓએ કહ્યું કે, તેઓ અહીંના જિલ્લા મથક પર ‘અનિશ્ચિત સમય’ માટે પોતાનો જમાવટ ચાલુ રાખશે. ધરણાના બીજા દિવસે ખેડૂત આગેવાનોએ કહ્યું કે, તેઓ સંકુલના ગેટ પર રોકાયેલા રહેશે. પરંતુ, અધિકારીઓ અને લોકોને તેમાં પ્રવેશતા […]
બ્રેકિંગ : સચિન તેંડુલકરને હોસ્પિટલમાં ખસેડાયો
ક્રિકેટ સમ્રાટ સચિન તેંદુલકરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 27મી માર્ચે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમણે ટ્વિટ કર્યું છે કે તમારી પ્રાર્થના માટે આભાર. તબીબી સલાહ અનુસાર મને હોસ્પિટલમાં ખસડેવામાં આવ્યો છે. થોડા દિવસમાં જ હું સાજો થઇને ઘરે પરત ફરીશ તેવી મને આશા છે. તમે તમામ પણ પોતાનું ધ્યાન રાખો અને સુરક્ષિત […]
DAP પર 140 % સબસિડી વધતા ખાતર જૂના ભાવે પડશે
કેન્દ્ર સરકારે ડીએપી ખાતર પરની સબસિડી 140 ટકા વધારી દીધી છે. ખેડૂતોન હવે ડીએપીની એક બોરી પર 500 રૂપિયાના બદલે 1,200 રૂપિયા સબસિડી મળશે. સબસિડી વધારવામાં આવી તેના કારણે ખેડૂતોને ડીએપીની એક બોરી હવે 2,400 રૂપિયાના બદલે 1,200 રૂપિયામાં જ મળશે. સરકાર આ સબસિડી માટે 14,775 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચો કરશે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, […]