પાલનપુર તાલુકાના રતનપુર પાસે લગ્ન પ્રસંગથી પરત આવતા પરિવારને કાળ ભરખી ગયો હતો. મોડી રાત્રે ઇકો અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે 3 લોકોને ઇજો પહોંચતા સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસડેવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં આસપાસના લોકો એકઠાં થયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
