કોરોનાની ૨૮ દિવસની સારવાર લઇને સ્વસ્થ થયા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે ગાંધીનગરમાં પોતાની ચેમ્બરમાં હાજરી આપી હતી. તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાનાર કોર કમિટીમાં બેઠકમાં પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ગાંધીનગર ખાતે મીડીયા સાથે વાતચીત કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, કોરોનાના કપરાકાળમાં રાજ્ય સરકારે અસરકારક કામગીરી કરી છે જેના પરિણામે કોરોનાનું સંક્રમણ પણ અટક્યું છે. મ્યુકરમાઇકોસીસના દર્દીઓને ઇન્જેક્શન અને જરૂરી દવાઓની સુવિધાઓ સત્વરે ઉપલબ્ધ બનાવવા માટે પણ જરૂરી આયોજન કરાયુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે નિતીન પટેલ પણ કોરોનામાં સપડાયા હતા અને તેમને યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. તેમણે એમપણ કહ્યું હતું કે, મ્યુકરમાઇકોસિસ સંક્રમણ માટે તકેદારીના તમામ પગલાં લેવામાં આવી રહ્યાં છે. તેના માટે સરકાર પૂરી તૈયારી કરી રહી છે.
Related Articles
કોરોનામાં માત્ર 53 કેસ જ પોઝિટિવ મળતા તંત્રને હાશકારો
રાજયમાં કોરોનાના મહામારીનું સંક્રમણ ઘટવા સાથે નવા કેસો નહીંવત પ્રમાણમાં હોય તે રીતે 53 જેટલા કેસો જ નોંધાયા છે. જયારે આજે સારવાર દરમ્યાન એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી અને તેની સામે 258 દર્દીઓ સાજા થઈ જતાં તેઓને રજા આપી દેવામાં આવી છે. આ સાથે કોરોનાના અત્યાર સુધીના કુલ 8.24 લાખ કેસો નોંધાયા છે.20 જિલ્લાઓમાં […]
અમિતશાહ ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે
કેન્દ્રિય ગૃહ પ્રધાન અમીત શાહ આવતીકાલ તા.10મી જુલાઈથી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ ત્રણ દિવસ દરમ્યાન તેમના દ્વારા વિકાસ કાર્યોના ખાત મુહૂર્ત – લોકાર્પણ અને અષાઢી બીજે અમદાવાદમાં જમાલપુરમાં આવેલા જગદીશ મંદિર ખાતે ભગવાન જગન્નાથજીની મંગળા આરતીમાં સહ પરિવાર ભાગ લેશે .તા. 11મી જુલાઈના રોજ સવારે સાબરમતી નવા વાડજ પમ્પીંગ સ્ટેશનના […]
ધરમપુરમાં આદિવાસીસમાજની માવલી માતાનું પૂજન
ધરમપુર તાલુકાના મોટીઢોલ ડુંગરી ગામે આદિવાસી સમાજની માવલી માતાનું પૂજન સમાજની રીતી રિવાજ પ્રમાણે કરવામાં આવ્યું હતું. આદિવાસી પ્રજામાં અનાજ, ધાન્યની કાપણી પહેલા કે પછી માવલી માતાની પૂજા અને નાચગાન કરવામાં આવે છે. માવલી માતાની પૂજા ગામના ભુવાઓ કે જેમને અહીંના સ્થાનિકો ભગત દ્વારા કરવામાં આવે છે.આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના અગ્રણીઓ ડૉ.નીરવ પટેલ ચીંતુબા (છાંયડો) […]