અરબ સાગરમાંથી ઉઠેલું આ વર્ષનું પહેલુ ચક્રવાતી તોફાન ટૌકતે ઝડપથી આગળ વધી રહ્યું છે. તેના કારણે કેરળના કોટ્ટાયમ કિનારે શુક્રવારે ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે આગામી 24 કલાકમાં તેનું સ્વરૂપ વધારે વિકરાળ બનશે અને 18 મેની સવારે તે ગુજરાત સુધી પહોંચશે તેવો અણસાર છે. આ કારણે ગુજરાતમાં પણ ભારે તબાહીની આશંકા જણાઈ રહી છે. આ બધા વચ્ચે NDRFની 53 ટીમોને રાહત કાર્ય માટે તૈનાત કરી દેવામાં આવી છે. હવામાન વિભાગે વિવિધ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી. ટૌકતેના કારણે શુક્રવારે કોટ્ટાયમ ખાતે ભારે વરસાદ થયો હતો. કેન્દ્રીય જળ આયોગના અહેવાલ પ્રમાણે કોટ્ટાયમ ઉપરાંત દક્ષિણ કેરળના કેટલાક ક્ષેત્રોમાં સવારે 8:30 વાગ્યાથી ભારે વરસાદ નોંધાયો હતો. એક અંદાજ પ્રમાણે જેમ-જેમ તોફાન આગળ વધશે કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવા, લક્ષદ્વીપના તટીય વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ભારે પવન ફુંકાશે.
Related Articles
તામિલનાડુમાં વધુ એક એશિયાટિક સિંહ કોરોનામાં દમ તોડ્યો
કોરોનાની સારવાર હેઠળના એક એશિયાટીક સિંહે બુધવારે દમ તોડી દીધો હતો. અહી, છેલ્લા બે અઠવાડિયાના સમયમાં પ્રાણી સંગ્રહાલયમાં આ બીજું માંસાહારી પ્રાણી છે જે કોરોના વાયરસનો શિકાર બન્યું છે. આ અગાઉ, સિંહણ કોરોનાનો પ્રથમ શિકાર બની હતી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, 12 વર્ષના સિંહને ઉપનગરીય વંદલુંર ખાતે આવેલા આર્ગિનાર અન્ના ઝૂઓલોજિકલ પાર્કના સફારી વિસ્તારમાં […]
ફેસબુકે રિઝાઇનમોદી પોસ્ટ્સ કલાકો સુધી બ્લોક કરી દીધી
દેશમાં કોવિડની વકરેલી કટોકટીને હાથ ધરવા બાબતે કેન્દ્ર સરકારની વધતી ટીકાઓ વચ્ચે ફેસબુકે રિઝાઇનમોદી ટેગવાળી પોસ્ટો કલાકો સુધી બ્લોક કરી દીધી હતી. જો કે બાદમાં તેને ભૂલ ગણાવીને આ પોસ્ટો ફરીથી મૂકી હતી. ફેસબુકે એવો ખુલાસો કર્યો છે કે બુધવારે આ રીતે જે પોસ્ટો બ્લોક કરવામાં આવી તે સરકારના કહેવાથી કરવામાં આવ્યું ન હતું. જો […]
ભારતને ઓક્સિજન જનરેટર અને વેન્ટિલેટર આપશે ફ્રાન્સ
અત્યારે ભારત કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. અહીં દરરોજ 3 લાખથી વધુ નવા કેસ આવી રહ્યા છે. ચીન, સાઉદી અરેબિયા, અમેરિકા સહિતના ઘણા દેશો ભારતની મદદ કરવા આગળ આવ્યા છે. હવે ફ્રાન્સે પણ ભારતને મદદ કરવા માટે હાથ પણ લંબાવ્યો છે. ફ્રાન્સની સરકારે જાહેરાત કરી છે કે તે કોરોના સામેની આ લડાઇમાં […]