તાપીમાં એક બિલ્ડરની સરાજાહેર નિર્મમ હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કારમાં ચાર જેટલા શખ્સો આવ્યા હતા અને તલવારના 15 ઘા મારીને બિલ્ડરને રહેંસી નાખ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને બિલ્ડરને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. હાલ સમગ્ર મામલે તાપી જિલ્લા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ઘટનાની વિગતો એવી છે કે, તાપી જિલ્લાનાં વ્યારા ખાતે બિલ્ડરનાં વ્યવસાય સાથે સંકળાયેલા નિસિશ શાહ શુક્રવારે રાત્રે આશરે આઠેક વાગ્યાના સુમારે પોતાના ઘરેથી બાઈક પર નીકળ્યા હતા અને તરબૂચવાળાને ત્યાં ઊભા હતાં. આ દરમિયાન એક કાર નં.GJ-5-JP-2445નાં ચાલકે બાઈકને ટક્કર મારી હતી, જેથી નિસિશ શાહ બાઈક સાથે જમીન પર પડી ગયા અને હજુ ઉઠીને કઈક સમજે એ પહેલાં કારમાં આવેલા ચાર જેટલા ઇસમોએ તલવારો સાથે ઉતરી તલવારોનાં ઘા મારવા લાગ્યા. આ દરમિયાન બિલ્ડરને બચાવવા માટે તરબૂચ વેચનાર ગણેશ નામનો યુવક વચ્ચે પડ્યો હતો. તેને પણ પેટમાં તલવાર વાગતા ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. તલવારના 15 જેટલા ઘા મારીને શખ્સો કારમાં નાસી છૂટ્યા હતા. આટલી મોટી ઘટના બનતા સ્થાનિકો અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાંથી નિસિશ શાહને લોહીલુહાણ હાલતમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરનાં તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા.
Related Articles
બીલીમોરાના દેવધા ડેમના કેચમેન્ટ એરિયામાં કાર તણાઇ
બીલીમોરા સહીત ગણદેવી તાલુકામાં સતત બીજા દિવસે બુધવારે સાંજે વીતેલા 24 કલાકમાં વધુ 91 મીમી (3.64 ઇંચ) વરસાદ નોંધાયો હતો. તે સાથે મોસમનો 1790 મીમી એટલે કે 71.6 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે દેવધા ડેમના પાણીમાં કાર ફસાતા તેને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી હતી. ગુલાબ વાવાઝોડું ઓડિશા, આંધ્રપ્રદેશનાં કાંઠે ટકરાયા બાદ ગુજરાત તરફ […]
દ્વારકામાં સવા કલ્યાણપુરમાં એક ઇંચ વરસાદ
રાજયમાં લો પ્રેશર સિસ્ટમનું જોર ઘટવાના પગલે વરસાદનું જોર પણ ઘટ્યું છે. આજે દિવસ દરમિયાન મોડી સાંજ સુધીમાં રાજયમાં ૯૦ તાલુકામાં હળવો વરસાદ થયો હતો. જેમાં ખાસ કરીને દ્વારકામાં દોઢ ઈંચ વરસાદ થયો હતો. અરવલ્લીના મેઘરજમાં એક ઇંચ, દ્વારકાના ભાણવડમાં પોણો ઇંચ, અને કચ્છના અબડાસામાં પોણો ઈંચ વરસાદ થયો હતો. જયારે રાણાવાવ અને નડિયાદમાં ૧૯ […]
સુરતનું રિયલ એસ્ટેટ ક્ષેત્ર ભવિષ્યમાં રોકાણ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ
સુરત શહેરે 1992 પછી વિકાસની જે યાત્રા શરૂ કરી છે તે આજની તારીખે પણ વણથંભી રહી છે. સુરતનો વિકાસ જેટલી ઝડપથી થઇ રહ્યો છે તેની સાબિતી એ જ છે કે, વિશ્વના સૌથી વધુ વિકસી રહેલા શહેરમાં સુરતની પણ ગણતરી કરવામાં આવે છે. સુરતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે રોકાણ માટે ઉત્તમ હોવાના અનેક કારણ છે અને તેમાં […]