ધો. 12માં માસ પ્રમોશન અંગે કોઇ નિર્ણય લેવાયો નથી

કોરોનાની ૨જી લહેરમાં કેસો વધી જતાં રાજ્ય સરકારે ધો-૧૦ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો છે. જોકે, સરકાર ધો-૧૨ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાના મૂડમાં નથી. આગામી નજીકના દિવસમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર પરીક્ષા લેવા માટે યોગ્ય વિચારણા કરીને કાર્યક્રમ જાહેર કરી શકે છે. શિક્ષણ વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે હાલમાં ધો-૧૨ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની શકયતા નહીંવત છે. પરીક્ષા લેવાશે, એટલું જ નહીં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરીને કયારે ? અને કેવી રીતે પરીક્ષા લેવી ? તે મુદ્દે કોર કમિટીની બેઠકમાં ચર્ચાના અંતે નિર્ણ લેવાશે. ધો-૧૦ પછી ડોપ્લોમામાં કેવી રીતે પ્રવેશ આપવો તે મુદ્દે રાજ્ય સરકાર દ્વારા નિષ્ણાંતોની એક કમિટી બનાવવામાં આવનાર છે. આ કમિટી દ્વારા પ્રવેશ માટે નીતિ ઘડી નાંખવામાં આવશે. જેના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *