મમતાની બંગાળમાં જીત, કેરળ, તામિલનાડુમાં પણ ભાજપનો પરાજય

કોરોનાની મહામારી વચ્ચે રવિવારે દેશના ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા છે. આ જંગમાં સૌથી વધુ નજર હતી ત્યાં પશ્ચિમ બંગાળન મુખ્યમંત્રી મમતા બેનરજીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસે હરીફ પક્ષ ભાજપને કારમો પરાજય આપીને સતત ત્રીજી વખત સત્તા હાંસલ કરવા જઇ રહ્યો છે. બીજી બાજુ ભાજપે આસામમાં સત્તા જાળવીને આબરૂ બચાવી લીધી છે. જોકે અતિ મહત્વના વધુ એક રાજ્ય તમિલનાડુમાં તેણે જે સત્તારૂઢ પાર્ટી એઆઇએડીએમકે સાથે ગઠબંધન કર્યું હતું તેની નૌકા ડૂબી ગઇ છે. એમ સ્ટાલિનની આગેવાની હેઠળ ડીએમકે અને સાથી પક્ષોએ એઆઇએડીએમકેના સૂપડાસાફ કરી દીધા છે. કેરળમાં ડાબેરીઓ ફરી વખત સત્તા જાળવી રાખવામાં સફળ રહ્યા છે. પુડુચેરીમાં લોકોએ એઆઇએનઆરસીની આગેવાની હેઠળ એનડીએને સત્તાનું સુકાન આપવા તરફ મતદાન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *