ગાંધીનગર : રાજયમાં હવે ઓકિસજનની અછતના સંકટ તરફ આગળ વધી રહયુ છે. કેન્દ્ર દ્વારા ગુજરાતને 1000 ટન ઓકિસજનનની માંગ સામે 975 ટન ઓકિસજનનો પુરવઠો આપવામાં આવ્યો છે. જયારે મહારાષ્ટ્રને 1500 ટનની ડિમાન્ડ સામે 1661 ટન ઓકિસજન ફાળવવામાં આવ્યો છે. બીજી તરફ ગુજરાતમાં સુરત , અમદાવાદ , ગાંધીનગર અને મહેસાણામાં ઓકિસજનની માંગ વધી જતાં દર્દીઓને સારવાર આપવાની હોસ્પિટલો દ્વારા સારવાર આપવાનો ઈન્કાર કરી દેયાવો છે. ઉત્તર ગુજરાતમાં પાટણ અને બનાસકાંઠામાં પણ પ્રાણવાયુની અછથ સર્જાતા બારે હોબાળો મચી જવા પામ્યો હતો. પાટણ માટે કોંગીના ધારાસભ્ય કિરીટ પટેલે એવી ચીમકી આપી હતી કે જો ઓકિસજન વગર દર્દીઓ મરી જશે તો મૃતદેહો લઈને કલેકટર ઓફિસે આવશે. તેવી જ રીતે બનાસકાંઠા માટેના ઓકિસજન અમદાવાદમાં ડાયવર્ટ કરાતા બનાસકાંઠાના ભાજપના ધારાસભ્ય શશીકાંન્ત પંડયાએ નારાજગી વ્યકત્ત કરીને ગાંધીનગરમાં સરકાર સમક્ષ રજૂઆત કરી હતી.
ગાંધીનગરમાં આજે સીવીલ હોસ્પિટલ સત્તાવાળાઓ હવે છેલ્લા 24 કલાકથી કોરોના પોઝિટિવ હોય અથવા તો શ્વાસની તકલીફ હોય તેવા દર્દીઓને દાખલ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દેવામા આવ્યો છે. જેના પગલે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 108 ઈમરજન્સી એમ્બ્યૂલન્સની લાઈનો લાગી જવા પામી છે. એક તબક્કે 108 એમ્બ્યૂલન્સમાં દર્દીને સારવાર આપવામાં આવી રહી છે.
મહેસાણા સીટીમાં આજે કેટલીક ખાનગી હોસ્પિટલોના સંચાલકો દ્વારા કોરોનાના દર્દીઓના સગાઓને બોલાવીને ઓકિસજનની અછતના કારણે દર્દીઓને લઈ જવા કહયુ હતું, જેના પગલે સગાઓએ હોબાળો મચાવી મૂકયો હતો એટલુ જ નહીં મહેસાણા કલેકટર એચ કે પટેલ સમક્ષ રજૂઆત કરી હતી. એત તબક્કે જામનગરથી મહેસાણા આવવા માટે એક ટેન્કર નીકળ્યું હતું. જો કે તે અન્યત્ર લઈ જવાતા ભરે હોબાળો મછી ગયો હતો. તે પછી મહેસાણા એસપી પાર્થરાજસિંહ અને અધિક નિવાસી કલેકટર પ્રદિપસિહં રાઠોડ દ્વારા ઓકિસજનનું ટેન્કર મહેસાણા પહોચે તે માટે જિલ્લા ક્રાઈમબ્રાન્ચની જવાબદારી સોંપાઈ હતી.જેના પગલે ઓકિસજનનું ટેન્કર મહેસાણા પહોચે તેવા ચક્રો ગતિમાન થયા હતા.અમદાવાદમાં પણ આજે યુનિ. કન્વેશન્શન સેન્ટરમાં ડીઆરડીઓ દ્વારા ઊભી કરાયેલી ધન્વંતરી હોસ્પિટલ અને એસવીપી તથા સીવીલ હોસ્પિટલમાં પણ દર્દીઓને દાખલ કરવામા વેઈટિંગ ચાલી રહ્યું છે.
……………