રાજયમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે જેના પગલે રાજય સરકાર દ્વારા 3જી મે થી તમામ શાળાઓ માટે ઉનાળુ વેકેશન જાહેર કરી દેવાયું છે. ગાંધીનગરમાં સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બાહર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ રાજયમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લેતા હવે તા.3જી મેથી તા.6 ઠ્ઠી જુન સુધી ઉનાળુ વેકેશન રહેશે. તે પછી વર્ષ 2021-22નું નવુ શૈક્ષણિક વર્ષ શરૂ કરાશે. શિક્ષણ વિભાગના આદેશમા જણાવવામાં આવ્યા મુજબ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક કે બિન શૈક્ષણિક કર્મચારીઓ કે અધિકારીઓને સરકાર દ્વારા કોઈ કામગીરી આપવામા આવી ન હોય તો શાળાએ આવવાનું રહેશે નહીં . સેલ્ફ ફાયનાન્સ શાળાઓના કર્મચારીઓને શાળાએ જવાથી મુકિત્ત આપવામાં આવે છે.જો સરકાર દ્વારા કોરોના મહામારી સંદર્ભિત કામગીરી અપાય તો તેનું પાલન કરવાનું રહેશે.
