મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી એક હોસ્પિટલ ખાતે ઓક્સિજન ટેન્ક લીક થવાને કારણે મોટી હોનારત સર્જાતા અહીંના નાસિકની હોસ્પિટલમાં 10 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. ઓક્સિજનના લિકેજને લીધે થોડા સમય માટે સપ્લાય બંધ કરવામાં આવી હતી, જે દરમિયાન દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. બુધવારે અહીં ઝાકિર હુસેન હોસ્પિટલમાં ઓક્સિજન ટાંકી લિક થઈ ગઈ હતી, ત્યારબાદ હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના પરિવારે હલકી સહન કરવી પડી હતી. નાસિકમાં થયેલા આ દુ: ખદ હોનારતમાં 22 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.સ્થાનિક વહીવટી તંત્રનું કહેવું છે કે લીકેજ થવાને કારણે ઓક્સિજન સપ્લાય અટકી ગયો હતો, જેના કારણે વેન્ટિલેટર પર રહેલા દર્દીઓના મોત નિપજ્યાં છે. વહીવટી તંત્ર દ્વારા હવે આ ઘટના અને લિકેજ કેવી રીતે થાય તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટના બાદ સરકારે મૃતકોના પરિવાર જનોને 5 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે. આ ઘટના બની ત્યારે હોસ્પિટલમાં 171 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા.ઓક્સિજન લીક થયાની ઘટના બાદ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને બીજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરિસ્થિતિ અંગે રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે કહે છે કે લિકેજને કાબૂમાં લેવામાં આવ્યું છે.
Related Articles
મેહુલ ચોક્સીને લાવવા ભારતે ડોમેનિકામાં વિમાન મોકલ્યું
ભારત સરકારે પંજાબ નેશનલ બેન્ક લોન કૌભાંડના ફરાર આરોપી મેહુલ ચોક્સીને પાછો લાવવા માટેના પ્રયાસો વધારે તેજ બનાવ્યા છે.ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે ભારતના અધિકારીઓએ બેક ચેનલ વાતચીતમાં ડોમિનિકાને કહ્યુ છે કે, મેહુલ ચોક્સી એક ભાગેડુ ભારતીય નાગરિક છે અને તેની સામે ઈન્ટરપોલે રેડ કોર્નર નોટિસ કાઢી છે.તેને ભારતને સોંપી દેવો જોઈએ.આ પહેલા એન્ટીગુઆ અને બારબુડાના […]
જીએસટીની સમીક્ષા માટે બે કમિટી બનાવાઇ
નાણાં મત્રાલયે રાજ્યોના નાણાં પ્રધાનોની 2 કમિટિ બનાવી છે જેઓ વર્તમાન વેરા સ્લેબ અને જીએસટીમાંથી બાકાત વસ્તુઓની સમીક્ષા કરશે, વેરા ચોરીના સંભાવિત સ્ત્રોતોની ઓળખ કરશે અને આવક વેરા પદ્ધતિમાં ફેરફારો સૂચિત કરશે. દરોને તર્કસંગત બનાવવા માટેના મંત્રીઓનો સમૂહ (જીઓએમ) ઈન્વર્ટડ ડ્યુટી સ્ટ્રક્ચરની પણ સમીક્ષા કરશે અને વેરા દરના સ્લેબને મિશ્રિત કરવા સહિતના તર્કસંગત પગલાંઓની ભલામણ […]
મુંબ્રા વિસ્તારની પ્રાઇમ ક્રિટીકેર હોસ્પિટલમાં આગ, 4નાં મૃત્યુ
મહારાષ્ટ્રના થાણેના મુંબ્રા વિસ્તારમાં બુધવારે સવારે 3 વાગ્યે પ્રાઈવેટ હોસ્પિટલ પ્રાઈમ ક્રિટીકેરમાં ભીષણ આગ લાગી. આ ઘટનામાં 4 દર્દીનાં મૃત્યુ થયાં છે અને લગભગ 20 દર્દીને રેસ્કયૂ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, આગ પછી ICUમાં દાખલ થયેલા 6 લોકોના શિફ્ટિંગ દરમિયાન 4નાં મોત થયાં છે.