કચ્છના અતિ સંવેદનશીલ એવા દરિયાકાંઠા વિસ્તાર જખૌ પાસેથી કોસ્ટ ગાર્ડ અને એટીએસની ટીમે ઓપરેશન હાથ ધરીને આઠ પાકિસ્તાની નાગરિકોને એક બોટ સાથે ઝડપી લઇ તેમની પાસેથી 150 કરોડના હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો હતો. રાજ્ય ત્રાસવાદ વિરોધી સ્કવોર્ડ (એટીએસ)ને ચોક્કસ બાતમી મળી હતી કે પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે મોટી માત્રામાં હેરોઇનનો જથ્થો ભારત -પાકિસ્તાન આઈએમબીએલ પરથી જખૌથી આશરે 40 નોટીકલ માઇલ પાકિસ્તાની બોટમાં આવવાનો છે, અને આ જથ્થો પંજાબ જવાનો છે. આ બાતમીના આધારે એટીએસની ટીમ તથા જખૌ કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશન દ્વારા મોડી રાત્રે જખૌથી 40 નોટિકલ માઇલ ભારતીય જળસીમામાં પાકિસ્તાની બોટ નૂહને આંતરવામાં આવી હતી. આ બોટમાંથી આઠ પાકિસ્તાની નાગરિકો તથા તેમની પાસેથી 30 કિલો ગ્રામ હેરોઇનનો જથ્થો, અંદાજિત કિંમત રૂપિયા 150 કરોડ મળી આવ્યો હતો. આઠ પાકિસ્તાની નાગરિકો અને એક બોટ સાથે તમામને જખૌ કોસ્ટ ગાર્ડ ખાતે લાવવામાં આવ્યા હતા, અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Related Articles
કુખ્યાત ગેંગસ્ટર અલતાફ પટેલ હિમાચલ પ્રદેશથી ઝડપાયો
સુરત ક્રાઈમ બ્રાંચે શહેરમાં ગુનાઓના આરોપીઓને એક પછી એક દબોચી લેવાનું શરૂ કર્યું છે. ત્યારે કુખ્યાત ગાજીપરા ગેંગના મુખ્ય સૂત્રધાર અલ્તાફ પટેલને હિમાચલ પ્રદેશના કુલ્લુથી ઝડપી પાડ્યો હતો. સુરત શહેરમાં ખૂન, ખૂનની કોશિશ, અપહરણ, લૂંટ, ખંડણી, આર્મ્સ એક્ટ સહિતના સંખ્યાબંધ ગુનાઓ સાથે આતંક મચાવનાર કુખ્યાત ગાજીપરા ગેંગનો મુખ્ય સૂત્રધાર અલ્તાફ પટેલ હિમાચલ પ્રદેશથી ઝડપાઈ ગયો […]
ધો.10-12ની પરીક્ષામાં ફેરફારની શક્યતા
રાજ્યમાં એક તરફ કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે એવી જાહેરત કરી છે તે ધો – 10 અને 12ની પરીક્ષા તો લેવાશે. અલબત્ત તારીખમાં ફેરફારની શકયતા જોવાઈ રહી છે. આગામી તા.10મી મેથી આ પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. આજે એક ટીવી ઈન્ટરવ્યુમાં સીએમ વિજય રૂપાણીને પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકાર […]
રાજ્યમાં કોરોનાથી વધુ 140નાં મોત
સોમવારે અમદાવાદ શહેરમાં 25, સુરત શહેરમાં 10, સુરત ગ્રામ્યમાં 3, વડોદરા શહેરમાં 9, રાજકોટ શહેરમાં 10, જામનગર શહેરમાં 9, ભાનગર શહેર 5, જૂનાગઢ શહેર 4, મહેસાણામાં 3, ગાંધીનગર શહેર 2, સાબરકાંઠામાં 4, સુરેન્દ્રનગર 4 સહિત કુલ 140 દર્દીએ જીવ ગુમાવ્યાં છે. બીજી તરફ સોમવારે 11,999 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,52,275 […]