કુંભમેળાના આયોજન વચ્ચે કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે નિરંજની અખાડાના સચિવ રવીન્દ્ર પુરીએ જાહેરાત કરી છે કે તેમના માટે કુંભમેળો પૂરો થઈ ગયો છે. તેમણે જણાવ્યું હતું કે કુંભનું મુખ્ય શાહી સ્નાન પૂરું થઈ ગયું છે અને તેમના અખાડાના સાધુ-સંતોમાં કોરોનાનાં લક્ષણો દેખાયાં છે.કોરોનાની સ્થિતિને જોતાં નિરંજની અખાડા બાદ અન્ય 5 સંન્યાસી અખાડા પણ કુંભ સમાપ્તિની જાહેરાત કરી શકે છે. હરિદ્વારમાં કુંભમેળાનો સમય 30 એપ્રિલ સુધી છે, પણ છેલ્લા 5 દિવસમાં અહીં કોરોનાના 2,167 કેસ સામે આવી ચુક્યા છે. તેમ છતાં અધિકારીઓનું કહેવું છે કે કુંભમેળો 30 એપ્રિલ સુધી ચાલશે. જોકે હવે અખાડા દ્વારા જાતે જ કુંભમેળો પૂરો થવાની જાહેરાત કરવા લાગ્યા છે.
Related Articles
રાજ્યમાં મે મહિનામાં એક્ટિવ કેસ 1 લાખ ઘટ્યા
શુક્રવારે રાજ્યમાં નવા 2521 કેસ અને મૃત્યુ 27 નોંધાયા છે. સાજા થવાનો દર 93.36 ટકા પહોંચી ગયો છે. જે 25 દિવસ અગાઉ 74.46 ટકા હતો. મે મહિનામાં રિકવરી રેટમાં 20 ટકાનો વધારો થયો છે. એક્ટિવ કેસમાં પણ આ 25 દિવસમાં એક લાખથી વધારેનો ઘટાડો નોંધાયો છે. આ ટ્રેન્ડ મુજબ આગામી 15મી જૂન સુધી દૈનિક નવા […]
સુરતમાં બની ઓનલાઇન અભ્યાસ કરતાં ગણપતિની પ્રતિમા
સુરતમાં ગણેશોત્સવની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવે છે ખાસ કરીને જુદી જુદી ગલી મહોલ્લાના મંડળો તેમજ સોસાયટી અને એપાર્ટમેન્ટના ગ્રુપ તો ગણેશ ચતુર્થીના છ મહિના પહેલાં જ તેની તૈયારી શરૂ કરી દેતાં હોય છે પરંતુ ગયા વર્ષે કોરોનાના કારણે સાર્વજનિક ગણેશોત્સવ શક્ય બન્યો ન હતો તેમજ કોઇને પણ મંડપ બાંધવાની પરવાનગી આપવામાં આવી ન હતી. લોકોએ […]
પાકિસ્તાનમાં હિન્દુ મંદિર તોડવાના આરોપસર 150ની ધરપકડ
પાકિસ્તાનની લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ શનિવારે દેશના પંજાબ પ્રાંતના એક દૂરના શહેરમાં હિન્દુ મંદિર પર થયેલા હુમલામાં કથિત રીતે સંડોવાયેલા મુખ્ય શંકાસ્પદ લોકો સહિત 50થી વધુ લોકોની ધરપકડ કરી હતી. આ કાર્યવાહી પાકિસ્તાનની સુપ્રીમ કૉર્ટે અધિકારીઓને મંદિરની રક્ષા કરવામાં નિષ્ફળતા માટે ફટકાર લગાવ્યાના એક દિવસ પછી કરવામાં આવી હતી. બુધવારે મંદિર પર થયેલા હુમલાના સંદર્ભમાં તેઓએ […]