રેમડેસિવિરનું વિતરણ કરવા બદલ c.r.patil સામે હાઇકોર્ટમાં રિટ

ગુજરાતમાં હાલમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. આ દરમિયાન ભાજપના પ્રદેશ-પ્રમુખ સી.આર.પાટીલે સુરતમાં પાંચ હજાર ઇન્જેક્શનનું વિતરણ કર્યું હતું. ત્યાર બાદ ભાજપ દ્વારા વહેંચાયેલાં ઇન્જેક્શન સામે કોંગ્રેસે અનેક સવાલ ઉઠાવી સાંસદ અને ભાજપ પ્રદેશ-પ્રમુખ સી.આર. પાટીલ સામે ફોજદારી ધારા ભંગ અને સરકાર જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવા માગ કરી છે. ત્યારે આજે કોંગ્રેસના પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રેમડેસિવિર ઈન્જેક્શનનું ખોટી રીતે વિતરણ કરવા અંગે ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગુજરાત હાઇકોર્ટમાં નવસારીના ધારાસભ્ય અને ગુજરાત ભાજપ-પ્રમુખ ચંદ્રકાંત આર. પાટીલ સામે જાહેરહિતની 36 પાનાંની અરજી કરી છે. એમાં ગુજરાત સરકાર અને સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી સામે “અનઓથોરાઝ઼ડ ડિસ્ટિબ્યુશન ઓફ રેમડેસિવિર ઇન્જેકશન” ના મુદ્દે જવાબ માગતા મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે. આ સાથે કરેલી વધુ એક પિટિશનમાં માં રેમડેસિવિર ઇન્જેકશનના ગેરકાયદે વિતરણ મુદ્દે પરેશ ધાનાણી દ્વારા ગુજરાત સરકાર, સી આર પાટીલ, ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી,સુરત કલેક્ટર અને સુરત પોલીસ કમિશનર અને રાજ્યના ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન-ફૂડ એન્ડ ડ્રગ કમિશનર એચજી કોશિયાનો પણ જવાબ માગવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *