રાજયમાં કોરોનાના કેસો 3.12 લાખ સુધી પહોંચી ગયા છે ત્યારે ગાંધીનગરમાં આજે કોરોનાનાની સાથે અન્ય બીમારી હોય તેવા 10 દર્દીઓનાં મોત થયા છે.બીજી તરફ રાજયના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ કોરોનાથી સંક્રમિત થઈ જતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડયા છે.જાડેજાની ઓફિસમાં તેમના સ્ટાફના રિનીશ ભટ્ટ પણ સંક્રમિત થઈ ગયા છે. ગાંધીનગર સરકીટ હાઉસના રસોઈયાનું કોરોનાથી મોત નીપજયું હતું.
