રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયની તા. ૨૬ એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે વધારાના નિયંત્રણો મૂકવાના મહત્વના નિર્ણયો લીધા છે. રાજ્યમાં અગાઉ જે ૮ મહાનગરો સહિત ૨૯ શહેરોમાં રાત્રિના ૮ થી સવારે ૬ વાગ્યા સુધી કરફ્યૂ હતો તે ૨૯ શહેરો ઉપરાંત ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર અને કડી તથા વિસનગર સહિત કુલ ૩૬ શહેરોમાં લાગુ કરાશે. ૬ મે ગુરૂવારથી તા. ૧૨મી મે-૨૦૨૧ બુધવાર સુધી આ રાત્રી કરફયુના અમલ સહિત વધારાના નિયંત્રણો મૂકવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે. આ ૩૬ શહેરોમાં તા.૬ મેથી તા. ૧ર મે સુધી આવશ્યક સેવા, પ્રવૃત્તિઓ, COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલી સેવા તેમજ આવશ્યક, તાત્કાલિક સેવા સાથે સંકળાયેલી સેવાઓ, મેડિકલ, પેરામેડિકલ તથા તેને આનુષાંગિક આરોગ્યલક્ષી સેવાઓ, ઓક્સીજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા ચાલુ રહેશે. આ ૩૬ શહેરોમાં સામાન્ય જનજીવનને કોઈ તકલીફ ન પડે અને રાબેતા મુજબનું જીવન જળવાઈ રહે તે હેતુથી રાજ્ય સરકારે ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવાઓ, શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ માર્કેટ, કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન સેવાઓ, અનાજ તથા મસાલા દળવાની ઘંટી, ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ, રેસ્ટોરન્ટની Take away facility આપતી સેવાઓ ચાલુ રાખવા સરકારે નિર્ણય લીધો છે.આ ઉપરાંત આ ૩૬ શહેરોમાં ઈન્ટરનેટ, ટેલિફોન, મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર, આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ, પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન, પેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી. / સી.એન.જી./પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડીંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટ્સ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રિપેરીંગ સેવાઓ, પોસ્ટ અને કુરીયર સર્વિસ, ખાનગી સિક્યુરીટી સેવાઓ, પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ, કૃષિ કામગીરી, પેસ્ટ ક્ન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા, તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ યથાવત રહેશે. આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ પણ ચાલુ રહેશે.
Related Articles
બીલીમોરા નજીકના ગોયંડીમાં હકકાયા કૂતરાનો આતંક
બીલીમોરા નજીકના ગોયંડીમાં હડકાયા શ્વાને ગામના 10 થી વધારે લોકોને કરડી ઘાયલ કરતા હડકંપ મચી ગયો હતો. છેલ્લા બે-ત્રણ દિવસથી ગોયંડી ગામે એક હડકાયા શ્વાને આતંક મચાવ્યો છે. ગામના ઈંટના ભઠ્ઠા ઉપર ચીખલી તાલુકાના આલીપોર ગામના મજૂરને શ્વાને કરડતા તેને 27 ટાંકા લેવા પડ્યા હતા. જ્યારે ગામની ચાર વર્ષીય બાળકી ઘરના ઓટલા પર બેઠી હતી. […]
રેમડેસિવિર વિતરણ પ્રકરણમાં સીઆર પાટીલને હાઇકોર્ટની નોટિસ
પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે તાજેતરમાં સુરતમાં 5000 રેમડેસિવિર ઈન્જેકશન કોરોનાના દર્દીઓના સંબંધીઓને વહેંચ્યા હતા. જેની સામે વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગુજરાત હાઈકોર્ટમાં રીટ કરીને પાટીલ સામે પગલા ભરવાની દાદ માંગી હતી.આજે ગુજરાત હાઈકોર્ટની ડિવીઝન બેન્ચે રીટની પ્રાથમિક સુનાવણી બાદ સી.આર.પાટીલ, હર્ષ સંઘવી, ચીફ સેક્રેટરી, આરોગ્ય વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી, કલેકટર સુરત અને પોલીસ કમિશનર સુરત […]
1986 બેચના આઇએએસ પંકજ કુમાર ગુજરાતના નવા મુખ્ય સચિવ
1986ની બેચના આઈએએસ(IAS) પંકજ કુમારને શુક્રવારે વિવિધત રીતે રાજ્ય સરકાર દ્વારા નવા ચીફ સેક્રેટરી તરીકે નિમણૂંક આપી દેવામાં આવી છે. આગામી તા.31મી ઓગસ્ટના રોજ રાજ્યના હાલના ચીફ સેક્રેટરી અનિલ મુકિમનું બીજુ એકસન્ટેશન પૂરૂ થઈ રહ્યું છે. આમ તો ગુરૂવારે સાંજે જ નક્કી થઈ ગયું હતું કે રાજ્ય સરકાર ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર(PANKAJ […]