દેશમાં કોરોનાના કારણે સતત પરિસ્થિતિ ખૂબ જ ખરાબ બની રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 1 લાખ 44 હજાર 829 કેસ નોંધાયા છે. ગયા વર્ષે વાયરસનું સંક્રમણ શરૂ થયા પછીથી અત્યારસુધીમાં એક જ દિવસમાં નોંધાયેલા આ દર્દીની સંખ્યા સૌથી વધુ છે. આ પહેલાં ગુરુવારે 1.31 લાખ કેસ નોંધાયા હતા. એક્ટિવ કેસ એટલે કે જે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે તેમની સંખ્યા પણ ખૂબ વધી છે. શુક્રવારે દેશભરમાં 77 હજાર 199 લોકો સાજા થયા હતા, જ્યારે 773 દર્દીનાં મોત નીપજ્યાં હતાં. એવી રીતે એક્ટિવ કેસમાં 66 હજાર 760નો વધારો થયો છે. દેશમાં હવે 10 લાખ 40 હજાર 993 દર્દી સારવાર લઈ રહ્યા છે. આ આંકડો કોરોનાના પાછલા તબક્કાની પીક કરતાં ઘણા વધારે પહોંચ્યો છે. ગત વર્ષે 17 સપ્ટેમ્બર સંક્રમણનો પીક દિવસ હતો. આ દિવસે દેશમાં સૌથી વધુ 10.17 લાખ એક્ટિવ કેસ હતા. ત્યાર બાદ આ આંકડા ઘટવા લાગ્યા હતા, પરંતુ હવે ફરીથી પરિસ્થિતિ ભયજનક બની રહી છે.
Related Articles
એક્ઝિટ પોલ : પશ્વિમબંગાળમાં તૃણમુલ – ભાજપ વચ્ચે રસાકસી
આજે પાંચ રાજ્યો માટેના એક્ઝિટ પોલ્સમાં હાઇ પ્રોફાઇલ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે શાસક તૃણમૂલ કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે રસાકસીની આગાહી થઈ છે જ્યારે કેરળમાં શાસક ડાબેરીઓ સત્તા જાળવી રાખશે, આસામમાં ભાજપ સત્તા જાળવશે. એક્ઝિટ પોલ્સ મુજબ તમિલનાડુમાં ડીએમકે આગેવાની હેઠળ વિપક્ષનો વિજય થવાની આગાહી છે અને પડોશી પુડુચેરીમાં કૉંગ્રેસ સત્તા ગુમાવશે.પશ્ચિમ બંગાળમાં આજે આઠમા […]
યુએસમાં 12થી વધુ વયના બાળકો માટે ફાઇઝરની રસીને મંજૂરી
યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને સોમવારે 12થી 15 વર્ષના બાળકો માટે ફાઇઝર-બાયોએનટેકની કોરોના રસીને મંજૂરી આપી છે. જેના કારણે દેશના બાળકોને શાળાએ જવા પહેલા સામાન્ય જીવનનો માર્ગ મોકલો બનશે. ફેડરલ રસી સલાહકાર સમિતિ દ્વારા 12થી 15 વર્ષના બાળકોમાં રસીના બે ડોઝનો ઉપયોગ કરવાની ભલામણ બહાર પાડવામાં આવ્યા બાદ ગુરુવારથી રસીકરણ શરૂ થઈ શકે છે. આ […]
ભોપાલમાં નરેન્દ્ર મોદીના આકારની વિશાળ કેક તૈયાર કરાઇ
ભાજપ શુક્રવારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસ પર 20 દિવસનો મેગા જાહેર જનતા સુધી પહોંચવા માટેનો કાર્યક્રમ શરૂ કરવાની તૈયારીમાં છે અને ગુજરાતના મુખ્યમંત્રી સહિત તેમના જાહેર જીવનમાં તેમના 20 વર્ષ પૂર્ણ થવા અંગે ઉજવણી 7 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. પાર્ટીએ પોતાના ‘સેવા અને સમર્પણ’ અભિયાનના ભાગરૂપે દેશભરમાં તેમના કાર્યકરોને જન્મદિવસે કોરોના રસીકરણ અભિયાનને વધારવા […]