સુરત પોલીસે શહેરના ગોડાદરા વિસ્તારમાંથી રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજાર કરતાં છ લોકોને ઝડપી લીધા હતા. તેમની પાસેથી 12 રેમડેસિવિર ઇન્જેક્શન મળી આવ્યા હતા. આ કાંડમાં સંડોવાયેલા કલ્પેશરણછોડભાઈ મકવાણા (ઉ.વ. ૨૩ રહે : એ -૩૮૬ સીતારામ સોસાયટી અર્ચના સ્કુલ પાસે પુણાગામ),(ઉ.વ : ૨૧ રહે . ઘર નં : ૭૧ મુક્તિધામ સોસાયટી પુણાગામ),શૈલેષભાઈ જશાભાઈ હડીયા (ઉ.વ. ૨૯ રહેઃ ઘર નં :૭૮ લક્ષ્મીપાર્ક સોસાયટી ગોડાદરા), નીતીનભાઈ જશાભાઈ હડીયા (ઉ.વ : ૨૫) ,યોગેશભાઈ બચુભાઈ કવાડ (ઉ.વ : ૨૪ રહે . ઘર નં : ૨૪૫ સંતોષીનગર સોસાયટી પુણાગામ),વિવેક હીંમતભાઇ ઘામેલીયા (ઉ.વ.૨૯ ધંધો : -મેડીકલ સ્ટોર્સ રહે.બી -૧૦૩ , સૌરાષ્ટ્ર પેલેસ , ઉતરાણ મોટા વરાછા)ની સામે પોલીસે કાર્યવાહી કરી હતી.
Related Articles
ગુજરાતના ખેડૂતોને અપાતી વીજળીમાં ધરખમ વધારો
રાજ્યમાં ખેડૂતોને ગુણવત્તાયુકત અને સમયસર વીજળી પુરી પાડવામા આવી રહી છે. ખેતીવાડી ક્ષેત્રે અપાતી વીજળીમા ધરખમ વધારો થયો છે ગઈકાલે માત્ર એક જ દિવસમાં ૧૦.૩ કરોડ યુનિટસ ખેડૂતોને પૂરા પડાયા છે, જે ગત વર્ષે અપાયેલા ૯.૩ કરોડ દૈનિક વીજળી યુનિટસ કરતા એક કરોડ યુનિટનો વધારો થયો છે. ઉર્જામંત્રી સૌરભ પટેલે કહ્યું હતુ કે રાજ્યમાં પાછોતરો […]
રેમડેસિવિર વિતરણ કેસમાં જવાબ આપવા સીઆર પાટિલે સમય માંગ્યો
રાજ્યમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્સનનું વિતરણ કરાયું હતું. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજીની સુનાવણીમાં સી. આર. પાટીલ અને રાજ્ય સરકાર તરફથી જવાબ રજૂ કરવાં માટે વધુ સમયની માંગણી કરવામાં આવી હતી. જેના પગલે હવે આ રીટની વધુ સુનાવણી ત્રણ સપ્તાહ બાદ હાથ ધરાશે.
આજે મુખ્યમંત્રી જગન્નાથ મંદિરમાં સંધ્યા આરતી કરશે
12મી જુલાઇના રોજ અષાઢી બીજે નીકળનારી ભગવાન જગન્નાથની ૧૪૪મી રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે રવિવારે અમદાવાદમાં જમાલપુરમાં જગન્નાથ મંદિરમાં સંધ્યા આરતી કરીને રથયાત્રાની તૈયારીઓની સમીક્ષા કરશે. રૂપાણી સાંજે ૬.૩૦ કલાકે જગન્નાથ મંદિર જશે અને ભગવાન જગન્નાથજીની સંધ્યા આરતીમાં સહભાગી થશે. આ વર્ષે ૧૪૪મી જગન્નાથ રથયાત્રા કોવિડ સંક્રમણ નિયંત્રણના નિયમોના અનુપાલન સાથે યોજાવાની છે […]