આગામી ૧૫ દિવસ માટે રાજસ્થાન સરકારે પોતાના રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થતાં અને કોરોના મહામારી બેકાબૂ બનતા ૧૦ મે થી ૨૪ મે સુધી ૧૪ દિવસનું લૉકડાઉન લાગુ કરાતા આજથી દેગુ કરવામાં આવેલ અમલીકરણમાં આજે પ્રથમ દિવસે સાબરકાંઠા-અરવલ્લી- બનાસકાંઠા સહિતની ગુજરાતની રાજસ્થાન બોર્ડરો ઉપર બંને રાજ્યોના પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગુજરાતની સાબરકાંઠાના વિજયનગર, પોશીના, ખેડબ્રહ્મા અને બનાસકાંઠાની અંબાજી પાસેની રાજસ્થાનની સરહદ છાપરી ચેકપોસ્ટ ઉપર તેમજ રતનપુર સહિતની બોર્ડરો ઉપર આજે બંને રાજ્યોની પોલીસ અને આરોગ્ય વિભાગે આરટી પીસીઆર નેગેટિવ રિપોર્ટ નહિ ધરાવનાર એવા ખાનગી બંને રાજ્યોના થઈ ૧૦૦થી વધુ ખાનગી વાહનોને જે તે રાજ્યમાં પરત મોકલી આપવામાં આવ્યા હતા.
Related Articles
આકારણી મુદ્દે બીલીમોરા પાલિકાના શાસકો અને ચીફ ઓફિસર આમને સામને
બીલીમોરા (BILIMORA) નગરપાલિકાના ચીફ ઓફિસર અને ભાજપ(BJP)ના શાસકો આમને સામને આવી ગયા છે. વિવાદના મૂળમાં પોતાને આકારણી કરવાની સત્તા હોય પાલિકા પ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન અને સદસ્યોએ ચીફ ઓફિસરની આ સત્તા સામે પડકાર ફેંકતા મામલો સુરતની પ્રાદેશિક કમિશનરની કોર્ટમાં ચીફ ઓફિસર લઈ જતાં કમિશનરે પાલિકાના સત્તાધીશોને કારણદર્શક નોટિસ ફટકારી છે.સુરત ખાતે આવેલી પાલિકાની દક્ષિણ ઝોનના […]
ગુજરાતમાં અત્યાર સુધી 3.50 કરોડ વેક્સિનના ડોઝ અપાયા
ગુજરાતે કોરોના વેક્સિન ઝૂંબેશ વેગવંતી બનાવી અત્યાર સુધીમાં ૩ કરોડ પ૦ લાખથી વધુ વેક્સિનના ડોઝ આપવાની સિદ્ધિ મેળવી છે. રાજ્યમાં ૧૮ વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ ૪ કરોડ ૯૩ લાખ ર૦ હજાર ૯૦૩ લોકોમાંથી અત્યાર સુધીમાં ર કરોડ ૬૪ પ૭ હજાર ૪૩૯ને પ્રથમ ડોઝ અને ૮પ લાખ ૪૩ હજાર પ૯પને બીજો ડોઝ […]
આજે મુખ્યમંત્રી જગન્નાથ મંદિરમાં સંધ્યા આરતી કરશે
12મી જુલાઇના રોજ અષાઢી બીજે નીકળનારી ભગવાન જગન્નાથની ૧૪૪મી રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે રવિવારે અમદાવાદમાં જમાલપુરમાં જગન્નાથ મંદિરમાં સંધ્યા આરતી કરીને રથયાત્રાની તૈયારીઓની સમીક્ષા કરશે. રૂપાણી સાંજે ૬.૩૦ કલાકે જગન્નાથ મંદિર જશે અને ભગવાન જગન્નાથજીની સંધ્યા આરતીમાં સહભાગી થશે. આ વર્ષે ૧૪૪મી જગન્નાથ રથયાત્રા કોવિડ સંક્રમણ નિયંત્રણના નિયમોના અનુપાલન સાથે યોજાવાની છે […]