વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજ્ય અને જિલ્લા અધિકારીઓ સાથે કોરોના વાયરસને લઇને વાતચીત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, કોરોના વિરુદ્ધ અમારો મુખ્ય હથિયાર લોકલ કન્ટેનમેન્ટ જોન, ઝડપી તપાસ, સાચી અને સંપૂર્ણ માહિતી અને કાળાબજાર પર લગામ છે. આ યુદ્ધમાં તમે બધા એક મહત્વની ભૂમિકામાં છો. તમે આ યુદ્ધના એક રીતે ફીલ્ડ કમાન્ડર છો. કોરોના સાથે જોડાયેલા તમારા સારા અનુભવ મને મોકલો. હું તેના બીજા જિલ્લામાં ઉપયોગ અંગે જરૂર વિચારીશ. તમારા ઇનોવેશન દેશના કામે આવવા જોઇએ.પીએમ મોદીએ કહ્યું કે, પીએમ કેર્સ દ્વારા ઓક્સિજન પ્લાન્ટ લગાવવા અંગે ઝડપથી કામ ચાલી રહ્યું છે. કેટલાક હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ ચાલુ પણ થઇ ગયા છે. ઓક્સિજન મોનિટરિંગ કમેટી જેટલું યોગ્ય કામ કરશે, તેટલું જ ઓક્સિજનનું યોગ્ય ઉપયોગ થઇ શકશે.તેમણે જણાવ્યું કે, રસીકરણ કોરોના વાયરસ વિરુદ્ધ એક શસક્ત માધ્યમ છે. આપણે બધાએ મળીને કોરોનાને ધ્વસ્ત કરવાનો છો. પ્રયાસ છે કે, રસીકરણ હેઠળ રસી સપ્લાયનું રાજ્યોને ૧૫ દિવસનું શેડ્યુલ એડવાન્સમાં મળી જાય. તમને પણ જાણ થઇ જશે કે કેટલા લોકો માટે વેક્સિન ઉપલબ્ધ થવાની છે. સાથે જ પ્રયાસ કરાઇ રહ્યાં છે કે મોટાપાયે વેક્સિનની સપ્લાય વધારવામાં આવે. વેક્સિનની વેસ્ટેજ રોકવા માટે પહેલ થવી જોઇએ.પીએમ મોદીએ સાથે જ કહ્યું કે, કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસ ઓછા થઇ રહ્યાં છે. કેટલાક રાજ્યોમાં વધી પણ રહ્યાં છે. આંકડાઓને લઇને પણ આપણે સતર્ક રહેવાનું છે. સંક્રમણને રોકવાનું પણ છે અને મૂળ સુવિધાઓનું પુનર્સ્થાપન પણ કોઈ વિક્ષેપ વિના જાળવવું છે.
