વાવાઝોડાથી સ્થળાંતરિત કાંઠાના લોકોને ગુરૂવારથી કેશડોલ્સ

રાજ્ય સરકારે કોર કમિટીમાં એવો નિર્ણય પણ કર્યો છે કે, તાઉતે વાવાઝોડાના કારણે સ્થળાંતર થયેલા વ્યક્તિઓને ગુરૂવારથી જ કેશડોલ્સ આપવાનું પણ શરૂ કરાશે. પુખ્ત વયની વ્યક્તિઓને પ્રતિદિન રૂ. ૧૦૦ અને બાળકોને એક દિવસના રૂ. ૬૦ લેખે કેશડોલ્સ આપવામાં આવશે. જે લોકોનું સ્થળાંતર ૧૬ કે ૧૭મીથી કરવામાં આવ્યુ હશે. તેઓને ૭ દિવસની કેશડોલ્સ ચુકવાશે. જ્યારે જેમનું સ્થળાંતર ૧૮મી એ કર્યુ હશે, તેમને ૩ દિવસની કેશડોલ્સ રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવશે એમ મુખ્યમંત્રી વિજય રુપાણીએ જણાવ્યું હતું. ગુજરાત પર આવેલું આ વખતનું આ તાઉ’તે વાવાઝોડુ વિશિષ્ટ પ્રકારનું હતું, જે ભયાવહ અને વિનાશકારી પણ હતું. ૧૭મીના સોમવારે રાત્રે ૮.૩૦ વાગે, ઉનાના દરિયાકાંઠેથી આ વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશ્યું ત્યારે ૧૭૫ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો શરૂ થયો હતો ત્યારબાદ સતત ૨૮ કલાક સુધી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોને ધમરોળતું અને તીવ્ર પવન તથા વરસાદ સાથે આ વાવાઝોડું ઉના દરિયાકાંઠાથી લઈને ઉત્તરગુજરાતના બનાસકાંઠાની સરહદ સુધીના સમગ્ર વિસ્તારને ચીરીને ગુજરાત પરથી પસાર થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *