વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા તા. ૨૧ એપ્રીલ થી તા. ૨૭ એપ્રીલ સુધી ચૈત્રી સમૈયાનું આયોજન કરવામાં આવેલ છે. આ ચૈત્રી સમૈયો સંપૂર્ણ ઓનલાઇન રહેશે. ચૈત્રસુદ નોમ (રામનવમી) થી ચૈત્ર સુદ પૂર્ણીમા સુધી ઉજવાનારા સાત દિવસીય ચૈત્રી સમૈયા અંતર્ગત ભક્તિચિંતામણી પરચા પ્રકરણ કથાનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેના વક્તાપદે શા.સ્વામી પ્રિયદર્શનદાસજી (પીજ) બિરાજી કથાનું રસપાન કરાવશે. સમગ્ર સમૈયામા આયોજક વડતાલ સંસ્થાના ચેરમેન દેવ પ્રકાશસ્વામી હોવાનું કોઠારી ડો.સંતવલ્લભદાસજી એ જણાવ્યું હતું. કથાનો સમય સવારે ૮.૩૦ થી ૧૧.૩૦ તથા બોપરે ૩.૩૦ થી૬.૩૦ રાખવામાં આવેલ છે. સમૈયાના તમામ કાર્યક્રમો ઓનલાઇન હોય હરિભક્તોએ ઘરબેઠા ટીવી પર કથા દર્શન તેમજ ઉત્સવ મનાવવા શ્યામવલ્લભસ્વામીએ જણાવ્યું છે.
