રેમડેસીવીર વહેંચવાના મુદ્દે રૂપાણી – પાટીલ આમને સામને

અમદાવાદ – ગાંધીનગર , વડોદરા અને રાજકોટમાં કોરોનાના દર્દીઓ માટે રેમડેસિવિર ઈન્જેકશન ઉપલબ્ધ નથી ત્યારે આજે સુરતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા એક સામટા 5000 રેમડેસિવિર ઈન્જેકશન સાથે સુરતમાં તેનું એક દર્દી દીઠ એકનું વિતણ શરૂ કરવામાં આવતા આજે ગાંધીનગરમાં રૂપાણી સરકાર ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ ગઈ હતી. એક તરફ સમસ્ગ્ર રાજયમાં રેમડેસિવિરની અછત છે ત્યારે સુરતમાં આટલી બધી માત્રામાં રેમડેસિવિર ઈન્જેકશન કેવી રીતે આવ્યા તે મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. ગાંધીનગરમાં અને અમદાવાદમાં આજે કોરોનાના દર્દીઓના સગા વ્હાલાઓ રેમડેસિવિર ઈન્જેકશન શોધી રહ્યાં હતા. તેમ છતાં તેમને મળ્યા ન હતા. બીજી બાજુ ઝાયડસ ગ્રુપ દ્વારા પણ રેમડેસિવિર ઈન્જેકશનનું વેચાણ બંધ કરી દેવાયુ હતું. સરકારી હોસ્પિટલમાં પણ બધાને સરળતાથી રેમડેસિવિર ઈન્જેકશન આપવામા આવે છે તેવુ પણ માની લેવુ મુશ્કેલ છે. કારણે કે આજે ગાંધીનગર સિવિલમાં જરૂરિયાતવાળા દર્દીઓને પણ આ રેમડેસિવિર ઈંન્જેકશન આપવામા આવ્યા ન હતા. ઝાયડસ ગ્રુપના જ રેમડેસિવિર ઈન્જેકશન સુરત પહોચી ગયા હોય તેમ માનવામાં આવી રહ્યું છે. આજે જયારે અમદાવાદમાં સવારે સીએમ વિજય રૂપાણીને પુછવામાં આવ્યુ કે સુરતમાં ભાજપ દ્વારા 5000 રેમડેસિવિર ઈન્જેકશનનુ વિતરણ કરવામા આવી રહ્યું છે તે કેવી રીતે આવ્યા ? તેવા પ્રશ્નના જવાબમાં રૂપાણીએ કહ્યું હતું કે આ બાબતે સીઆરને પુછો. તેમણે કહ્યું હતું કે પાટીલે રેમડેસિવિર ઈન્જેકશનની વ્યવસ્થા કયાંથી કરી તે તેમને પુછો . સરકારે એક પણ ઈન્જેકશન આપ્યુ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *