રાજયમાં કોરોનાના એકજ દિવસમાં કેસો વધીને 10,000ને પાર કરી ગયા છે છતાં પણ સરકાર લોકડાઉન કરવા માટે તૈયાર નથી. હવે સરકાર ધંધાર્થીઓના ખભે લોકડાઉનની બંદુક ફોડવાના પ્રયાસો કરી રહ્યાં છે. આજે રાજયના સીએમ વિજય રૂપાણીએ ગુજરાત વેપારી મહામંડળ, અમદાવાદ , વડોદરા , સુરત , રાજકોટ , જામનગર , જૂનાગઢ , વિસનગર , સુરેન્દ્રનગર, ભાવનગર , ગાંધીધામ અને પાલનપુરના વેપારી મહાજનો સાથે કોરોનાના વધતાં જતાં કેસોના પગલે ઊભી થયેલી પરિસ્થિતિની ચર્ચા કરી હતી. આ વીડિયો કોન્ફરસન્માં રાજયમાં સત્તાવાર લોકડાઉન ટળી જવા પામ્યું હતું. રૂપાણીએ વેપારી મહાજનો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનના પગલાને આવકારી લીધું હતું. રૂપાણીએ કહ્યું હતું કે, લોકો રોજગારી ન ગુમાવે- અર્થવ્યવસ્થા ચાલતી રહે તેમ ‘જાન ભી જહાન ભી ના’ મંત્ર સાથે રણનિતી ઘડાય તે આવશ્યક છે. વેપારી મહાજન મંડળોની સ્વૈચ્છિક બંધ અને આંશિક લોકડાઉનની પહેલને તેમણે આવકારદાયક ગણાવી હતી. રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વહીવટી તંત્રને પૂરક બની કોરોનાકાળમાં જનસેવા કરવા સક્ષમ છે. ઓક્સિજન ઉત્પાદન, સિલિન્ડરના રિફિલિંગ અને વિતરણ વધારવામાં પણ GCCIની ભૂમિકા મહત્વની છે અને તે માટે રાજ્ય સરકાર લોજિસ્ટિક સપોર્ટ આપવા તૈયાર છે.
Related Articles
રૂપાણીનાં મંત્રીઓએ બે દિવસમાં બંગલો ખાલી કરવો પડશે
કેબિનેટના સભ્યોની શપથવિધિ યોજાવાની છે તેવી અટકળોના પગલે રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગે મહત્વનો આદેશ કરીને સ્વર્ણિમ સંકુલ-1 અને સંકુલ-2ના સ્ટાફની બદલીના હુકમો કર્યા બાદ ત્વરીત પૂર્વ મંત્રીઓની ઓફિસમાંથી સામાન ખસેડી લેવામાં આવ્યો હતો, એટલું જ નહીં આ ઓફિસો ખાલી કરાવવામાં આવી હતી. આ ઉપરાંત મંત્રીઓને તેમના બંગલા પણ બે દિવસની અંદર ખાલી કરવાનું કહેવાયું […]
રાજ્યમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ મનપામાં 5, વડોદરા મનપા, સુરત ગ્રામ્યમાં 3-3, ભાવનગર ગ્રામ્ય, કચ્છ, સુરત મનપામાં 1-1 નવા કેસ નોંધાયા છે. જ્યારે પાંચ મનપા ભાવનગર, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ અને રાજકોટ મનપા તથા 30 જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં એકપણ નવો કેસ નોંધાયો નથી. બીજી તરફ છેલ્લા […]
રાજ્યમાં સોમવારે કોરોનામાં 17નાં મોત
રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. આજે નવા 11,592 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ શહેરમાં 19 મૃત્યુ સાથે રાજ્યમાં કુલ મૃત્યું 117 થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 8511 થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ શહેરમાં 3194, સુરત શહેરમાં 823, વડોદરા શહેરમાં 751, રાજકોટ […]