રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. આજે નવા 11,592 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ શહેરમાં 19 મૃત્યુ સાથે રાજ્યમાં કુલ મૃત્યું 117 થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 8511 થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ શહેરમાં 3194, સુરત શહેરમાં 823, વડોદરા શહેરમાં 751, રાજકોટ શહેરમાં 319, ભાવનગર શહેરમાં 214, ગાંધીનગર શહેરમાં 117, જામનગર શહેરમાં 333 અને જૂનાગઢ શહેરમાં 230 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 269, જામનગર ગ્રામ્ય 232, વલસાડ 123, મહેસાણા 507, વડોદરા ગ્રામ્ય 479 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 1,36,158, વેન્ટિલેટર ઉપર 792 અને 1,35,366 દર્દીઓ સ્ટેબલ છે. આજે થયેલા મૃત્યુમાં અમદાવાદ શહેરમાં 19, સુરત શહેરમાં 8, સુરત ગ્રામ્યમાં 3, વડોદરા શહેરમાં 7, વડોદરા ગ્રામ્યમાં 5, રાજકોટ શહેરમાં 5, રાજકોટ ગ્રામ્યમાં 6, જામનગર શહેરમાં 8, ભાવનગર શહેર 4, જૂનાગઢ શહેર 3, જૂનાગઢ ગ્રામ્યમાં 5, કચ્છમાં 4, મહેસાણામાં 4, સહિત કુલ 117 દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે. બીજી તરફ આજે 14,931 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,47,935 દર્દીઓ સાજા થયા છે.
