રાજયમાં આગામી પાચ દિવસ દરમિયાન વાવાઝોડુ , આંધી તેમજ કમોસમી વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. જેના કારણે છેલ્લા ચારેક દિવસથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહે છે. ખાસ કરીને આજે હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયકલોનિક સર્ક્યુલેશન હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર રહેલું છે. જેના કારણે ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, અરવલ્લી, મહેસાણા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં હળવા વાવાઝોડા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ચેતવણી પણ આપવામાં આવી છે કે વીજળી થવા ઉપરાંત વાવાઝોડું અને પ્રતિ કલાકના 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. આજે દિવસ દરમિયાન અમદાવાદ, ડિસા અને ગાંધીનગરમાં ગરમીનો પારો 41 ડિગ્રી સુધી રહેવા પામ્યો હતો. જયારે અન્ય શહેરોમાં 34 થી 40 ડિગ્રી વચ્ચે ગરમીનો પારો જોવા મળ્યો હતો.
Related Articles
સુરતમાં વેપારીઓ માટે ખાસ વેક્સિનેશન કેમ્પ
કોરોના મહામારીનો સામનો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વ્પાપાર, ધંધા, વ્યવસાય કે અન્ય વ્યાપારિક ગતિવિધિઓ સાથે સંકળાયેલા લોકોને રસીકરણના છત્રમાં આવરી લઈ આરોગ્ય સુરક્ષા કવચ આપવા માટે આજરોજ રવિવારના દિવસે સુરત મહાનગરપાલિકા અને જિલ્લામાં ખાસ વેક્સિનેશન કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટેક્ષટાઈલ, વાણિજ્યિક સંસ્થાઓ, જીમ, કોચિંગ સેન્ટર્સ સાથે સંકળાયેલ લોકોએ મોટી સંખ્યામાં વેક્સિન લીધી […]
સુરતમાં 100 બ્રાન્ડેટ રિટેઇલર્સ હવે એક જ સ્થળે
સૌરાષ્ટ્ર ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિયેશન દ્વારા અન્ય રાજ્યોથી આવતા ગ્રાહકોની સુવિધા માટે અને છેતરપિંડી રોકવા માટે સુરત રેલ્વે સ્ટેશન નજીક ડોરીવાલા સ્કવેરમાં સુરતની પ્રખ્યાત 100 મેન્યુફેક્ચરિંગ કંપનીઓનેએકત્રિત કરી 1 તારીખથી વેપારનો શુભારંભ કરવામાં આવશે પ્રમુખ દિપક ભાઇ શેટાએ જણાવ્યું હતું કે સુરતની સાડી અને ડ્રેસ મટીરિયલ્સ દેશ-દુનિયામા પ્રખ્યાત છે. દેશના તમામ રાજ્યોમાંથી વેપારીઓ સાડી અને ડ્રેસમટીરિયલ્સની […]
સૌરાષ્ટ્રથી કોરોના દર્દીની સેવા કરી સુરત આવતા યુવાનોના અકસ્માતમાં મોત
સૌરાષ્ટ્રથી કોરોના દર્દીઓની સેવા કરી પરત ફરતા સુરતના 3 યુવાનની કારનો વડોદરા નજીક અકસ્માત, ત્રણેયનાં ઘટનાસ્થળે મોત નેશનલ હાઇવે ઉપર કપુરાઇ ચોકડી પાસે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. કારચાલકને ઝોકું આવી જતાં કાર ડિવાઇડર કુદાવી રોંગ સાઇડમાં ટ્રક સાથે અથડાઈ,કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત વડોદરા શહેર બહાર પસાર થતા નેશનલ […]