શુક્રવારે રાજ્યમાં નવા 2521 કેસ અને મૃત્યુ 27 નોંધાયા છે. સાજા થવાનો દર 93.36 ટકા પહોંચી ગયો છે. જે 25 દિવસ અગાઉ 74.46 ટકા હતો. મે મહિનામાં રિકવરી રેટમાં 20 ટકાનો વધારો થયો છે. એક્ટિવ કેસમાં પણ આ 25 દિવસમાં એક લાખથી વધારેનો ઘટાડો નોંધાયો છે. આ ટ્રેન્ડ મુજબ આગામી 15મી જૂન સુધી દૈનિક નવા કેસ 300થી પણ ઓછા આવશે અેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. એક લાખ એક્ટિવ કેસના ઘટાડામાં 76 હજારથી પણ વધારે ચાર મોટા શહેરોમાં છે.
