રાજયમાં આજે રવિવારે કોરોનાના કેસ સતત ઘટવા સાથે નવા ૩૭૯૪ કેસ નોંધાયા છે. જયારે રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૩ દર્દીઓએ દમ તોડયો છે. આ સાથે રાજયમાં કોરોનાના કુલ કેસ ૭.૮૮ લાખ સુધી પહોચ્યાં છે. હાલમાં રાજયમાં ૭૫,૧૩૪ દર્દી સારવાર હેઠળ છે જે પૈકી ૬૫૨ દર્દીઓ વેન્ટિલેટર પર છે. જયારે ૭૪,૪૮૨ દર્દીઓની તબિયત સ્થિર છે. રાજયના આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૩૭૯૪ કેસ નોંધાયા છે. જે પૈકી અમદાવાદ શહેરમાં ૫૪૫ કેસ , વડોદરા શહેરમાં ૩૬૭ , સુરત શહેરમાં ૨૮૪, રાજકોટ શહેરમાં ૧૭૮, જામનગર શહેરમાં ૧૦૨, ભાવનગર શહેરમાં ૬૯ , જુનાગઢ શહેરમાં ૬૮, અને ગાંધીનગર શહેરમાં ૩૫ કેસ નોંધાયા છે. જયારે અન્ય જિલ્લાઓમાં ૨૦૮૮ કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં સારવાર દરમ્યાન રાજમાં ૮૭૩૪ દર્દીઓ સાજા થઈ જતાં તેઓને રજા આપી દેવામાં આવી છે. આ સાથે રાજયમાં દર્દીઓનો રીકવરી રેટ ૮૯.૨૬ ટકા થયો છે. અત્યાર સુધીમાં રાજયમાં ૭૦૩૭૬૦ દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. સારવાર દરમ્યાન રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૩ દર્દીઓએ દમ તોડયો છે. જેમાં અમદાવાદ શહેરમાં ૭, વડોદરા શહેરમાં ૩, સુરત શહેરમાં ૨, રાજકોટ શહેરમાં ૧, જામનગર શહેરમાં ૪, ભાવનગર શહેરમાં ૧, જુનાગઢ શહેરમાં ૧ દર્દીનુ મૃત્યુ થયુ છે, કોરોનાના કારણે રાજયમાં અત્યાર સુધીમાં ૯૫૭૬ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.
Related Articles
ગો એરની પહેલી ફ્લાઇટનું સુરત એરપોર્ટ પર વોટર કેનનથી સ્વાગત
ડોમેસ્ટિક એરલાઇન્સ કંપની ગો ફર્સ્ટ દ્વારા આજથી સુરતથી દિલ્હીની 2 અને સુરતથી કોલકાત્તા તથા બેંગ્લોરની 1-1 ફલાઇટ શરૂ કરવામાં આવી છે. આજે સવારે દિલ્હીની ફ્લાઇટ સુરત એરપોર્ટ પર આવી પહોંચતા વોટર કેનન સેરેમનીથી આ ફ્લાઇટનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સુરતથી ઉપડેલી પ્રથમ ફ્લાઇટને સુરત એરપોર્ટના પ્રથમ મહિલા સ્ટેશન ડાયરેક્ટર અમન સૈનીએ લીલી ઝંડી દર્શાવી હતી. […]
ઉમરપાડાના ચોખવાડા ખાતે કપાસ પાક પરિસંવાદ યોજાયો
સુરતના મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને SRL પ્રોજેકટ-કેર ઇન્ડિયાના સંયુકત ઉપક્રમે નવસારી કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામકશ્રી ડો.એસ.આર.ચૌધરીના અધ્યક્ષસ્થાને ઉમરપાડા તાલુકાના ચોખવાડા ગામે આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે ‘કપાસ પાક પરિસંવાદ’ યોજાયો હતો. જેમાં ૪૦૦ જેટલા ખેડૂતોએ ભાગ લઈને કપાસ વાવેતરની આધુનિક કૃષિ પદ્ધતિઓ અંગે જાણકારી મેળવી હતી.નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો.સી.કે.ટીંબડીયાએ […]
ગણેશ યુવક મંડળ, માંગરોળ લીમોદરા સુરત
સુરત જિલ્લાના માંગરોળના લીમોદરા ગામના ગણેશ યુવક મંડળ દ્રારા ગણપતિનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તેમનો ઉત્સાહ વધારવા વધુંમાં વધુ લાઇક આપો. લીમોદરાના ભાર્ગવ પટેલ ગયા વર્ષના વિજેતા પણ છે. (ખાસનોંધ અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધા 23 સપ્ટેમ્બર સુધી ચાલશે. હજી પણ એન્ટ્રી લેવાનું ચાલું છે. જો તમારે સ્પર્ધામાં ભાગ લેવો હોય તો […]