રાજ્યમાં કોરોના દિવસે દિવસે કાળમુખો બની રહ્યો છે. જેથી મૃત્યઆંકમાં પણ વધારો થયો છે, શુક્રવારે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નવા રેકોર્ડબ્રેક 8920 કેસ નોંધાયા છે તેમજ રાજ્યમાં કુલ 94 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જેમાં આજે સુરત મનપામાં 24, અમદાવાદ મનપામાં 25, રાજકોટ મનપામાં 8, વડોદરા મનપામાં 8, રાજકોટ ગ્રામ્યમાં5, મોરબીમાં 4, સુરેન્દ્રનગરમાં 3, ડાંગમાં, જામનગરમાં, જામનગર મનપામાં, સાબરકાંઠામાં અને સુરત ગ્રામ્યમાં 2-2 તેમજ અમદાવાદ ગ્રામ્યમાં, દેવભૂમિ દ્વારકા, મહિસાગર, મહેસાણા, પંચમહાલ, વડોદરા ગ્રામ્ય અને વલસાડમાં એક –એક કુલ 94 દર્દીઓના મૃત્યું થયા હતા. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5170 થયો છે. બીજી તરફ શુક્રવારે 3387દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,29,781 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં દર્દીઓની સાજા થવાનો દર ઘટીને 85.73 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન શુક્રવારે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 2842, સુરત મનપામાં 1522, વડોદરા મનપામાં 429, રાજકોટ મનપામાં 707, ભાવનગર મનપામાં 112, ગાંધીનગર મનપામાં 69, જામનગર મનપામાં 192 અને જૂનાગઢ મનપામાં 74 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 398, મહેસાણામાં 330, ભરૂચમાં 173, નવસારીમાં 117, બનાસકાંઠામાં 110 કેસ, વડોદરા ગ્રામ્યમાં 171, જામનગર ગ્રામ્યમાં 122 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 49,737, વેન્ટિલેટર ઉપર 283 અને 49,454 દર્દીઓ સ્ટેબલ છે. પ્રથમ અને બીજો ડોઝ મળી કુલ 1,00,130,881 55 રસીકરણના ડોઝ આપવામાં આવ્યાં છે. શુક્રવારે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 વર્ષ થી 60 વર્ષના કુલ 74,100 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું રસીકરણ કરાયું છે, અને 47,571 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યકિતને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.
Related Articles
અંધજન શાળામાં કોરોનાના કાળમાં પણ શિક્ષણકાર્ય ધબકતું રહ્યું
રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી સ્વ.ગોરધનદાસ ચોખાવાળા સ્થાપિત અંધજન મંડળ-સુરત સંચાલિત અંધજન શાળામાં ધો.૧થી૧૨ સુધીનું શિક્ષણ વિનામુલ્યે અપાય છે. વિદ્યાર્થીઓને કોરોનાકાળમાં ઓનલાઈન શિક્ષણ આપીને પરીક્ષાઓ પણ ઓનલાઈન લેવામાં આવી હતી. શિક્ષણ મેળવવામાં અવરોધ ન પડે એ માટે મોબાઈલની સુવિધા ન હોય એવા ગરીબ-વંચિત વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા મોબાઈલની સુવિધા પણ આપવામાં આવી હતી. ઘોડદોડ વિસ્તાર સ્થિત અંધજન શિક્ષણ […]
1000 કરોડના બોગસ બીલિંગમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે : નીતિન પટેલ
રાજ્ય વેરા ભવન અમદાવાદના નવિનિયુકત મકાનનું લોકાર્પણ કર્યા બાદ અમદાવાદમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, રાજ્ય સરકારે બોગસ બીલિંગ કરતાં અને ટેક્સ ચોરી કરતા વેપારીઓ સામે લાલ આંખ કરીને કડક કાર્યવાહી કરી છે. કોરોના કાળમાં પણ 1 હજાર કરોડના બોગસ બિલીંગ કૌભાંડનો પર્દાફાશ કરીને તે તમામ વ્યાપારીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી છે. પટેલે […]
ફાયર સેફ્ટી એનઓસી મુદ્દે શૈક્ષણિક સંસ્થાઓને રાહત
રાજ્ય સરકારે રવિવારે ફાયર સેફટીના મામલે મહત્વના સુધારાઓ જાહેર કર્યા છે. જે મુજબ રાજ્યમાં ૯ મીટર સુધીની ઉંચાઇ ધરાવતા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ ફાયર સેફટી NOC લેવાનું રહેશે નહીં. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ફાયર સેફ્ટી NOC અંગે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યા છે, જે મુજબ ૯ મીટરથી ઓછી ઉંચાઇ ધરાવતા હોય અને બેઇઝમેન્ટ ન હોય […]