રાજ્યમાં આજથી તા.7મી જૂનથી તમામ સરકારી કે ખાનગી ઓફિસો 100 ટકા હાજરી સાથે શરૂ થશે. જો કે રાજ્ય સરકારે માસ્ક ફરજીયાત હોવાનો તેમજ સેનિટાઈઝરનો ઉપયોગ કરવાનો પણ આદેશ કર્યો છે.
રાજ્યમાં માર્ચના અંત બાદ એપ્રિલ માસમાં કોરોનાના કેસો 13 હજારથી પણ વધી જવા પામ્યા હતા. જેના કારણે સરકારમાં અને ખાનગી ઓફિસમાં 50 ટકા સ્ટાફે હાજરી આપવી તેમ આદેશ કરાયો હતો. હવે કોરોનાના કેસો 1000થી પણ નીચે ઉતરી જતાં સરકારે આદેશમાં સુધારો કરીને 7મી જુનથી તમામ સરકારી અને ખાનગી ઓફિસો 100 ટકા સ્ટાફ સાથે હાજરી આપી શકશે તેમ જણાવ્યું છે.આજથીથી અમદાવાદમાં મનપા સંચાલિત બસો અને બીઆરટીએસ પણ શરૂ થઈ રહી છે. આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે પણ કેરલા આદેશ મુજબ રાજ્યમાં તમામ નીચલી કોર્ટોમા પ્રત્યક્ષ સુનાવણી શરૂ શરૂ કરી શકાશે. કોર્ટો અને સરકારી તેમજ ખાનગી ઓફિસોમાં માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે, તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે. તે ઉપરાંત સેનિટાઈઝરનો પણ ઉપયોગ કરવાનો રહેશે. રાજ્યમાંઆજથી તા.7મી જુનથી ધો 3થી 12 નું નવું શૈક્ષણિક સત્ર ઓન લાઈન શરૂ થશે. જેમાં વિદ્યાર્થીઓને શાળાએ નહીં બોલાવવા માટે સરકારે આદેશ કરી દીધો છે. શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવાનું રહેશે. સરકારની નવી સૂચનવા ના મળે ત્યાં સુધી વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવા નહીં. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો 10 અને ધો 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવાયું છે, હવે તેના પરિણામની તૈયારીઓ ચાલી રહી છે .બીજી તરફ રાજ્યમાં ધો -10 અને ધો -12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા ઓનલાઈન લેવી અથવા તો તેમને પણ પ્રમોશન આપી દેવું તેવી માંગ કરાઈ છે. બીજી તરફ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે ધો -10 અને ધો -12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.