રાજ્ય સરકારે શનિવારે મહત્ત્વના આદેશમાં ડીડીઓ તરીકે ફરજ બજાવતા ૯ જેટલા આઈએએસની આંતરિક બદલીના આદેશ કર્યા છે. જેમાં સુરતના ડીડીઓ એચ.કે.કોયાની બદલી સાબરકાંઠા કલેક્ટર તરીકે, મહિલા બાળ કલ્યાણ કમિશનર કચેરીમાં ડાયરેક્ટર એ.એમ.શર્માની બદલી ડાંગના નવા કલેક્ટર તરીકે, ડીડીઓ ખેડા ડી.એસ.ગઢલવીની સુરતના ડીડીઓ તરીકે, જીઆઈડીસીના જોઈન્ટ એમડી કે.એલ.બચાણીની બદલી ડીડીઓ ખેડા તરીકે, અધિક ગ્રામ વિકાસ કમિશનર ડી.ડી.કાપડિયાની બદલી ડીડીઓ તાપી-વ્યારા તરીકે, જાહેર સેવા આયોગના સેક્રેટરી કે.ડી.લાખાણીની ડીડીઓ મહિસાગર તરીકે, ગુજરાત મેરિટાઈમ બોર્ડના ખાસ ફરજ પરના અધિકારી પી.ડી. પલસાણાની ડીડીઓ નર્મદા-રાજપીપળા તરીકે, ટેક્નિકલ એજ્યુકેશન વિભાગના જોઈન્ટ ડાયરેક્ટર એ.બી.રાઠોડની ડીડીઓ પંચમહાલ ગોધરા તરીકે અને કૃષિ વિભાગમાં નાયબ સચિવ રવીન્દ્ર ખટાલેની નિમણૂક ડીડીઓ ગીર સોમનાથ તરીકે કરવામાં આવી છે.
