કેરેબિયન ક્ષેત્રમાંથી ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીને પરત લાવવા ભારત ડોમિનિકા, એન્ટિગુઆ અને બરબુડાની સરકારો સાથે સંપર્કમાં છે. એમ સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ મામલે ભારત એન્ટિગુઆ અને બરબુડા સાથે સંપર્કમાં હતું અને હવે ડોમિનિકા સરકાર સાથે સંપર્ક સ્થાપિત કર્યો છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે, અમે તેમના સંપર્કમાં છીએ. ચોક્સી અને અન્ય ભાગેડુઓ વહેલી તકે ભારત પરત લાવવા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. એવું જાણવા મળ્યું છે કે, ચોકસીને ભારત પરત લાવવા મામલે તપાસ એજન્સીઓ પણ કાર્યવાહી હાથ ધરી છે.
