મેક્સિકોની એન્ડ્રિયા મેજાએ મિસ યુનિવર્સ 2020નો ખિતાબ પોતાના નામે કર્યો છે. પૂર્વ મિસ યુનિવર્સ જોજિબિની ટૂંજીએ તેને તાજ પહેરાવ્યો હતો. ફ્લોરિડા ખાતે યોજાયેલી ઈવેન્ટમાં બ્રાઝિલની જુલિયા ગામા ફર્સ્ટ રનરઅપ રહી હતી. જ્યારે પેરૂની જેનિક મકેટા સેકન્ડ રનરઅપ રહી હતી. સ્પર્ધામાં ભારતની એડલિન કાસ્ટેલિનો થર્ડ રનરઅપ જ્યારે ડોમિનિકન રિપબ્લિકની કિમ્બરલી પેરેઝ ફોર્થ રનરઅપ બની હતી. મિસ યુનિવર્સ કોન્ટેસ્ટમાં ભારતે પણ ટોપ 5માં જગ્યા બનાવી છે. સ્પર્ધામાં એડલિન કાસ્ટેલિનોએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ચોથા નંબર પર જગ્યા બનાવી હતી. મેક્સિકો, ડોમિનિકન રિપબ્લિક, ઈન્ડિયા, પેરૂ અને બ્રાઝિલ ટોપ-5માં પહોંચ્યા હતા.
Related Articles
અમારા સૈનિકોની શહિદી ભૂલીશું નહીં : જો બાઇડન
અમેરિકી પ્રમુખ જો બાઇડને પ્રતિજ્ઞા ઉચ્ચારી છે કે તેઓ જેમણે કાબુલ એરપોર્ટ પર હુમલા કર્યા તે ત્રાસવાદીઓને શોધી કાઢશે અને તેમના કૃત્યો બદલ સજા કરશે, જે ઘાતક હુમલામાં અમેરિકાના લશ્કરના ૧૩ સભ્યો માર્યા ગયા છે તથા અન્ય ૧૮ ઘાયલ થયા છે. જેમણે હુમલા કર્યા છે, તથા તેઓ કે જેઓ અમેરિકાને નુકસાન પહોંચાડવાની ઇચ્છા ધરાવે છે […]
ગાંધીજીના પ્રપૌત્રીને સાઉથ આફ્રિકામાં સાત વર્ષની જેલની સજા થઇ
આશીશલતા રામગોબિન, કે જેઓ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પુત્રના પુત્રીના પુત્રી છે અને સાઉથ આફ્રિકામાં રહે છે, તેમને એક છેતરપિંડી અને બનાવટના કેસમાં સાત વર્ષની જેલની સજા થઇ છે. ડરબનનીએક અદાલતે પ૬ વર્ષીય આશીશલતાને ૬૦ લાખ રેન(૪૪૨૦૦૦ ડૉલર) જેટલી રકમની છેતરપિંડી અને ફોર્જરીના કેસમાં આ સજા સંભળાવી છે. આશીશલતા એ જાણીતા માનવ અધિકારવાદી કાર્યકર ઇલા […]
વડાપ્રધાન મોદી સંયુક્ત રાષ્ટ્રોની સભાને રૂબરૂ સંબોધે તેવી શક્યતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૫ સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્રોની ઉચ્ચ સ્તરીય સામાન્ય સભાને રૂબરૂ સંબોધન કરે તેવી અપેક્ષા છે એમ યુએન દ્વારા સંભવિત વકતાઓની બહાર પાડવામાં આવેલ એક પ્રોવિઝનલ યાદી પરથી જાણવા મળે છે. આ યાદી અને કાર્યક્રમ બદલાઇ શકે છે અને યુનાઇટેડ નેશન્સના વડામથકે વિશ્વ નેતાઓની હાજરી હાઇ લેવલ વાર્ષિક સત્ર માટે નોંધપાત્ર રીતે કોવિડ-૧૯ની વૈશ્વિક […]