ભાજપ પ્રવક્તા સાંબિત પાત્રા અને રમણસિંહ સામે એફઆઇઆર

ટૂલકિટ કેસમાં ભાજપના આરોપો સામે પલટવાર કરીને કોંગ્રેસે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સાંબિત પાત્રા વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવી છે. છત્તસીગઢ એનએસયુઆઈના પ્રદેશ અધ્યક્ષ આકાશ શર્માએ રાયપુરના સિવિલ લાઈન થાણા ખાતે આ એફઆઈઆર નોંધાવી છે. હકીકતે કોરોના કાળમાં રાજકીય દળો વચ્ચે વાકયુદ્ધ છેડાયું છે. ભાજપના પ્રવક્તા સાંબિત પાત્રાએ કોંગ્રેસ પર એવો આરોપ લગાવ્યો છે કે, તેમની એક ટૂલકિટ દ્વારા મહામારીના આ સમય દરમિયાન વડાપ્રધાન મોદીને બદનામ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. કોંગ્રેસે આ આરોપોને ખોટા ઠેરવ્યા છે અને સાંબિત પાત્રા વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવી છે. છત્તસીગઢ એનએસયુઆઈના પ્રદેશ અધ્યક્ષ આકાશ શર્માએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી જેના આધાર પર પોલીસે એફઆઈઆર નોંધી છે. એફઆઈઆરમાં એઆઈસીસી, આઈટી રિસર્ચ સેલના લેટરહેડને બોગસ ગણાવીને તે અંગે ખોટી અને મનઘડંત સામગ્રી ઈન્ટરનેટ મીડિયા પર શેર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આકાશ શર્માએ જણાવ્યું કે, સાંબિત પાત્રાએ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી કોંગ્રેસ પાર્ટીનો નકલી લેટરહેડ શેર કર્યો. જ્યારે ડૉક્ટર રમણ સિંહ પ્રદેશમાં સાંપ્રદાયિક હિંસા ભડકાવવા પ્રયત્ન કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *