ભાજપનાં સાંસદ તથા અભિનેત્રી કિરણ ખેરને મલ્ટીપલ માયલોમા (એક પ્રકારનું બ્લડ કેન્સર) થયું છે. હાલમાં તેમની તબિયત સુધારાં પર છે. એમ તેમના પતિ અનુપમ ખેરે ગુરુવારે જણાવ્યું હતું.ટ્વિટર પર અનુપમ ખેરે એક નિવેદનમાં કહ્યું કે, તેમની મુંબઈમાં સારવાર ચાલી રહી છે. ખોટી અફવાઓ ન ફેલાય તે માટે અનુપમ ખેર અને તેમના પુત્ર સિકંદરે જણાવ્યું કે, હું દરેકને જાણ કરવા માંગુ છું કે કિરણ ખેરને મલ્ટીપલ માયલોમા હોવાનું નિદાન થયું છે, તે એક પ્રકારનું બ્લડ કેન્સર છે. અમને ખાતરી છે કે, કિરણ ઝડપથી આ પરિસ્થિતિમાંથી બહાર આવશે. તેઓ ઝડપી સાજા થાય તે માટે મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લા, અભિનેતા સુનીલ શેટ્ટી, જુહી ચાવલા અને પરિણીતી ચોપડાએ શુભેચ્છાઓ પાઠવી હતી.કિરણની સારી રીતે સંભાળ રાખવામાં આવી રહી છે. હાલ તેઓ ડોકટરોની દેખરેખ હેઠળ છે. અનુપમ ખેર નિવેદનમાં જણાવ્યું છે કે, તેઓ હંમેશાથી ફાઇટર રહ્યા છે અને હમેશા આગળ વધતાં રહ્યા છે.
Related Articles
ભારત પાકિસ્તાન સરહદ પરથી 200 કરોડનું ડ્રગ્સ પકડાયું
આંતરરાષ્ટ્રીય બજારમાં 200 કરોડ રૂપિયાની કિંમતનું આશરે 40 કિલો હેરોઈન શનિવારે વહેલી સવારે અમૃતસરમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક પાંજરાયણ વિસ્તારમાંથી મળી આવ્યું હતું. પંજાબ પોલીસ અને બૉર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) દ્વારા સંયુક્ત ઑપરેશન દરમિયાન હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. અમૃતસર (ગ્રામીણ)ના વરિષ્ઠ પોલીસ અધિક્ષક ગુલનીત સિંહ ખુરાનાએ જણાવ્યું હતું કે, પોલીસને માહિતી મળી હતી કે કુખ્યાત […]
રસીકરણની નિતીમાં અદાલતી હસ્તક્ષેપને અવકાશ નથી : કેન્દ્ર
સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે કોવિડ-૧૯ રસીકરણ માટેની પોતાની નીતિને વાજબી ગણાવી છે અને કહ્યું છે કે રોગચાળા સામેનો તેનો પ્રતિસાદ અને વ્યુહરચના સંપૂર્ણપભણભે નિષ્ણાત તબીબી અને વૈજ્ઞાનિક અભિપ્રાયોથી દોરવાયેલ છે જેમાં અદાલતી હસ્તક્ષેપને ભાગ્યે જ કોઇ અવકાશ છે, કેન્દ્રે એ બાબત પર ભાર મૂક્યો હતો કે તમામ વયજૂથના નાગરિકોને દેશભરમાં મફત રસી મળશે. વૈશ્વિક રોગચાળામાં, […]
4200 કરોડની ક્રિપ્ટોકરન્સીની ચોરી
હેકર્સ ઇથેરિયમ અને અન્ય ક્રિપ્ટોકરન્સીમાં 600 મિલિયન ડોલરથી વધુની ચોરી કરી છે. હેકરોએ આ કામ બ્લોકચેન આધારિત પ્લેટફોર્મ પોલી નેટવર્કનો ભંગ કરીને આ કર્યું છે. કંપનીએ ટ્વીટ દ્વારા આ વાતની પુષ્ટિ કરી છે. વિકેન્દ્રિત ફાઇનાન્સ અથવા ડિફાઇ સ્પેસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી ચોરી છે. પોલી નેટવર્ક એક પ્લેટફોર્મ છે જે વપરાશકર્તાઓને ક્રિપ્ટો ટોકનનું વિનિમય […]