બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પોતાની પરંપરાગત બેઠક ભવાનીપુરથી ચૂંટણી લડીને વિધાનસભામાં પહોંચવાની તૈયારી આદરી દીધી છે. મમતા બેનરજીનો માર્ગ મોકળો કરવા માટે બેઠક પર જીત મેળવનારા ધારાસભ્ય શોભનદેવ ચટ્ટોપધ્યાયે પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. તેમના રાજીનામાનો વિધાનસભાના અધ્યક્ષે તુરત જ સ્વીકાર કરી લીધો છે. મમતા બેનરજીએ કહ્યુ મેં તેમને પુછ્યુ કે તમે જાતે રાજીનામુ આપી રહ્યા છો અને તેમની પર કોઈ દબાણ નથી હવે પેટાચૂંટણીમાં મમતા બેનરજી ઝંપલાવીને વિધાનસભામાં પાંચ વર્ષ માટે પ્રવેશ કરી શકે છે. મમતા બેનરજી અગાઉ પણ ભવાનીપુરથી ચૂંટણી લડતા રહ્યા છે. આ વખતેના રસપ્રદ મુકાબલામાં તેમણે નંદીગ્રામથી ઝંપલાવવાનો નિર્ણય કર્યો હતો. નંદીગ્રામમાં તેમનો સામનો એક સમયના જમણા હાથ સમા અને ભાજપના નેતા શુભેન્દુ અધિકારી સાથે હતો. નંદીગ્રામમાં પરાજય મળવા છતાંય તેઓ મુખ્યમંત્રી બન્યા છે. એથી તેમણે છ માસના સમયગાળામાં વિધાનસભાની સદસ્યતા મેળવવાની રહેશે.
Related Articles
હૈદ્રાબાદ ઝૂના આઠ સિંહ કોરોનાથી સંક્રમિત થયા
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર પ્રાણીઓ સુધી પણ પહોંચી ચુકી છે.કોરોનાના કારણે લાખો લોકો સંક્રમિત થઈ રહ્યા હોવાના અહેવાલો વચ્ચે ભારતમાં બનેલી પહેલી ઘટનામાં હૈદ્રાબાદ ઝૂના આઠ સિંહ કોરોનાથી સંક્રમિત થયા છે. અહીંના નહેરુ ઝૂલોજિકલ પાર્કમાં 8 એશિયાટિક લાયન કોરોના પોઝિટિવ હોવાનુ બહાર આવ્યુ છે.એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે ઝૂના અધિકારીઓએ આ વાતનુ સમર્થન કર્યુ […]
રાષ્ટ્રગીતનું અનાદર એ ગુનો નથી : જમ્મુ કાશ્મીર હાઇકોર્ટ
એક મહત્વપૂર્ણ ચુકાદામાં જમ્મુ-કાશ્મીર હાઈકૉર્ટે એવો નિર્ણય લીધો છે કે, રાષ્ટ્રગીત માટે ઊભા ન થવું એ રાષ્ટ્રગીતનો ‘અનાદર’ ગણી શકાય છે, પરંતુ તે ગુનો નથી. આ મહત્વપૂર્ણ નિર્ણયથી વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોકો સામે રાષ્ટ્રગીત માટે ઊભા ન થવું અથવા ઊભા થવું પરંતુ તેનું ગાન ન કરવા અંગે નોંધાયેલા કેટલાક કેસોને અસર થઈ શકે […]
જુલાઇ સુધી કોવિન સાઇટ પર 43.17 કરોડની નોંધણી
કોરોના રસીકરણ માટે 30 જુલાઈ સુધી કૉ-વિન પ્લૅટફૉર્મ પર 43.17 કરોડ નોંધણીઓમાંથી 62.54 ટકા નોંધણી સ્થળ પર કરવામાં આવી હતી અને 45.10 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે, જેમાંથી 77 ટકા ઓનસાઇટ અથવા વોક-ઇન મોડ દ્વારા આપવામાં આવ્યા હતા. એમ રાજ્યસભાને મંગળવારે કહેવામાં આવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, […]