રાજ્યમાં એક તરફ કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે એવી જાહેરત કરી છે તે ધો – 10 અને 12ની પરીક્ષા તો લેવાશે. અલબત્ત તારીખમાં ફેરફારની શકયતા જોવાઈ રહી છે. આગામી તા.10મી મેથી આ પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. આજે એક ટીવી ઈન્ટરવ્યુમાં સીએમ વિજય રૂપાણીને પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ચોક્કસથી ધો 10 અને 12મી પરીક્ષા લેવાશે. તેમણે કહ્યું હતું કે ધો-10ના વિદ્યાર્થીનું ભાવિ ધો-10ની પરીક્ષા પછી ઘડાતુ હોય છે, એટલે પરીક્ષા તો લેવાશે, અલબત્ત વિદ્યાર્થીઓની સલામતી બાબતે ધ્યાન રાખવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં આગામી તા.30મી એપ્રિલ સુધી પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય બંધ કરવામાં આવ્યું છે. બીજી બાજુ 30મી એપ્રિલ સુધી તમામ મેળાવડાઓ પણ બંધ રાકવા સરકારે આદેશ કર્યો છે. આગામી સપ્તાહે સરકારની મહત્વની બેઠક મળશે, જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, શિક્ષણ મંત્રી અને માધ્યમિક – ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડના અધિકારીઓ પણ તેમાં હાજર રહેશે. આ બેઠકમાં આખરી નિર્ણય થશે. હાલમાં શિક્ષણ મંત્રી કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
