રાજ્યમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે તે મુદ્દે ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ગુજરાત વાલી મંડળ દ્વારા હાઈકોર્ટમાં કરાયેલી રિટ અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે કોરોનાની મહામારીના પગલે હાલમાં પરીક્ષાઓનો યોજી શકાય તેવી સ્થિતિ ન હોવાથી ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે. આ ઉપરાંત કોરોનાની મહામારીના પગલે અન્ય રાજ્યોમાં પણ ધોરણ 10ની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. જેથી અન્ય રાજ્યોની માફક ગુજરાતમાં પણ ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી.
Related Articles
માંજલપુર વડોદરાની મહાકાલી સોસાયટીના ઉર્વિશ પટેલે હિમાલયનો સેટ બનાવ્યો
વડોદરાના માંજલપુર વિસ્તારમાં સીતાબાગ પાસે આવેલી જયશ્રી મહાકાળી સોસાયટીમાં રહેતા ઉર્વિશ પટેલે રામેશ્વરમાં જેમ ભગવાન રામે શિવજીની પૂજા કરી હતી તેમ શ્રીજી હિમાલય પર શિવલિંગની પૂજા કરતાં હોય તેવો ભવ્ય સેટ ઉભો કરવામાં આવ્યો છે. આ યુવાનને આસ્થાને બિરદાવવા તેમને વધુમાં વધુ લાઇક આપો અને અપાવો. મહાકાળી સોસાયટીના દરેક મકાનમાંથી આ યુવાનને લાઇક મળવી જોઇએ.(નોંધ […]
1986 બેચના આઇએએસ પંકજ કુમાર ગુજરાતના નવા મુખ્ય સચિવ
1986ની બેચના આઈએએસ(IAS) પંકજ કુમારને શુક્રવારે વિવિધત રીતે રાજ્ય સરકાર દ્વારા નવા ચીફ સેક્રેટરી તરીકે નિમણૂંક આપી દેવામાં આવી છે. આગામી તા.31મી ઓગસ્ટના રોજ રાજ્યના હાલના ચીફ સેક્રેટરી અનિલ મુકિમનું બીજુ એકસન્ટેશન પૂરૂ થઈ રહ્યું છે. આમ તો ગુરૂવારે સાંજે જ નક્કી થઈ ગયું હતું કે રાજ્ય સરકાર ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર(PANKAJ […]
લોખંડી બંદોબસ્ત વચ્ચે આજે અમદાવાદમાં રથયાત્રા
લોખંડી સલામતી વ્યવસ્થા વચ્ચે પરંપરાગત માર્ગો પર કર્ફ્યૂ વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. ગત વર્ષે કોરોના સંક્રમણની પહેલી લહેર હોવાના કારણે આ રથયાત્રા મંદિર પરિસરમાં ફરી હતી. આવતીકાલે સવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમીત શાહ તેમના પરિવાર સાથે જગન્નાથજી મંદિરની મંગળા આરતીમાં ભાગ લેશે . જયારે સીએમ વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહિન્દ વિધી […]