દિલ્હીમાં ‘જ્યાં વોટ-ત્યાં જ વેક્સિન : અરવિંદ કેજરીવાલ

દેશની રાજધાની દિલ્હીમાં વેક્સિનેશનની ઝડપ વધારવામાં આવી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે જણાવ્યું કે, જો કેન્દ્ર તરફથી સતત વેક્સિન મળતી રહેશે તો 45 વર્ષથી વધારે ઉંમરના લોકોને 1 મહિનામાં વેક્સિન આપી દેવામાં આવશે. અરવિંદ કેજરીવાલના કહેવા પ્રમાણે 45 વર્ષ કરતા વધારે ઉંમરના લોકોના સેન્ટર્સ પર ખૂબ ઓછા લોકો આવી રહ્યા છે. દિલ્હી સરકાર હવે લોકોના ઘરે-ઘરે જઈને વેક્સિનેશન માટે વિનંતી કરશે. હવે લોકોને પોલિંગ સેન્ટર્સ પર જ વેક્સિનેશનની સુવિધા આપવામાં આવશે જેથી લોકોને વેક્સિન લેવામાં કોઈ મુશ્કેલી ન પડે. અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, શરૂઆતમાં 70 વોર્ડમાં આ શરૂ કરવામાં આવશે. પ્રતિ સપ્તાહ 70 વોર્ડમાં આ અભિયાન ચલાવવામાં આવશે. આ રીતે 4 સપ્તાહમાં આ અભિયાન શરૂ કરવાનો પ્રયત્ન છે. બૂથ લેવલ ઓફિસર્સ હવે લોકોના ઘરે જશે, 45 પ્લસવાળા લોકો અંગે પુછશે અને વેક્સિન અપાવશે. જો કોઈને વેક્સિન ન મળી હોય તો ઓફિસર તેમને સ્લોટ આપીને આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *