સીબીએસઈ પછી હવે ગુજરાતમાં પણ ધો – 12ની બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષા આજે રદ કરી દેવાઈ છે. ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબીનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. હજુ તો ગઈકાલે જ સરકારે ધો – 12ની પરીક્ષાઓ તા.1લી જુલાઈથી લેવા માટે સરકારે સમગ્ર કાર્યક્રમ પણ જાહેર કરી દીધો હતો. કેબિનેટ બેઠક બાદ રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રિસંહ ચુડાસમાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, જયારે પીએમ નરેન્દ્ર મોદીએ ગઈકાલે વિદ્યાર્થીઓના હિતમાં સીબીએસઈ દ્વારા લેવાતી ધો -12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે ત્યારે તેને અનુસરીને જ ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ધો -12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું હતું કે હવે ધો -12નુ રિઝલ્ટ અને તેના પછીની પ્રવેશ કાર્યવાહી અંગેની પ્રક્રિયા કેન્દ્ર સરકારની ગાઈડલાઈન બહર પડે તે પછી હાથ ધરાશે . જયારે ધો -10 અને ધો -12ના રિપિટર વિદ્યાર્થીઓ માટે રાજય સરકારે આખરી નિર્ણય લેવાનો બાકી છે. ચુડાસમાએ કહ્યું હતું કે રાજયભરમાં તા.7મી જુનથી શરૂ થઈ રહેલુ નવું શૈક્ષણિક સત્ર ઓન લાઈન જ શરૂ થશે. રાજયના ધો – 12 વિજ્ઞાન પ્રવાહના 1,40,000 જેટલા વિદ્યાર્થીઓ અને 5,43,000 જેટલા સામાન્ય પ્રવાહના મળીને 6.83 લાખ વિદ્યાર્થીઓને આ રીતે માસ પ્રમોશનનો લાભ મળશે. અગાઉ રાજય સરકારે ધો -10ના વિદ્યાર્થીઓને પણ કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને માસ પ્રમોશન આપ્યું હતું.
Related Articles
ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકે પંકજ કુમારે ચાર્જ લીધો
ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે આજે 1986ની બેચના આઈએએસ પંકજ કુમારે કાર્યભાર સંભાળ્યો હતો. જ્યારે રાજ્ય સરકારે ગૃહ વિભાગનો ચાર્જ ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાને સોંપવામાં આવ્યો છે. પકંજકુમારે ગુજરાને વિકાસની દિશામાં વધુને વધુ આગળ લઈ જવા તેમજ કોરોના મહામારી સામે મક્કમતા પૂર્વક લડીને સૌનું સ્વાસ્થ્ય સારૂ રહે તે માટે પ્રયત્નશીલ રહેવા […]
ટિમલિયાવાડ સુરતના યશ સંગ્રામનું દિવડાનું ડેકોરેશન
સુરતના નાનપુરા સ્થિત ટિમલિયાવાડ ખાતે આવેલી શ્રેયસ સોસાયટીમાં યશ સંગ્રામે તેમના ઘરમાં જ લાઇટિંગ અને દિવડાનું અદભૂત ડેકોરેશન કર્યું છે.(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
કોરોના કાળમાં પણ ગુજરાતની વિકાસ યાત્રા અટકી નથી
કોરોના હોવા છતાં ગુજરાતમાં વિકાસ યાત્રા અટકી નથી. મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ આરંભેલી ગુજરાતની વિકાસયાત્રા તેમના કેન્દ્રમાં ગયા પછી પણ અવિરત રહે તેવી વ્યવસ્થા તેમણે ઊભી કરી છે, તેમ કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહે આજે અમદાવાદમાં કહ્યું હતું. અમિત શાહે અમદાવાદમાં ૨૬૭ કરોડના વિકાસ કાર્યોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહુર્ત કર્યા હતાં. શાહે અમદાવાદમાં મહાનગરપાલિકા, ઔડા અને […]