આંતરરાષ્ટ્રીય કક્ષાએ શિક્ષણ ક્ષેત્રે વિશેષ ઓળખ મળે તેવા હેતુથી ગુજરાતની પ્રતિષ્ઠિત સાત યુનિવર્સિટીઓને ‘સેન્ટર ઓફ એક્સિલન્સ’ની સૈદ્ધાંતિક મંજૂરી આપવાનો નિર્ણય કરાયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને તેમજ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે, ઉચ્ચ શિક્ષણ વિભાગના અગ્ર સચિવશ્રી અંજુ શર્માની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગની બેઠક યોજાઇ હતી. જેમાં ગુજરાતમાં કાર્યરત નિરમા યુનિવર્સિટી, ચારૂસેટ યુનિવર્સિટી, અમદાવાદ યુનિવર્સિટી, મારવાડી યુનિવર્સિટી, PDPU, CEPT તેમજ DAIICTને ‘સેન્ટર ઓફ એક્સિલન્સ’ની સૈદ્ધાંતિક મંજૂરી આપવાનો નિર્ણય કરાયો છે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આ સાત યુનિવર્સિટીઓને સેન્ટર ઓફ એક્સિલેન્સનો દરજ્જો મળવાથી વૈશ્વિક ફલક ઉપર પોતાનું વિશેષ પ્રદાન આપવા એક એક્શન પ્લાન તૈયાર કરાશે. આ નિર્ણયથી યુનિવર્સિટીઓમાં શિક્ષણની ગુણવત્તામાં વધારો થશે અને તેને વૈશ્વિક ટચ મળશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીઓમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમાં હાઇટેક અને સ્ટુડન્ટ ફ્રેન્ડલી ક્લાસરૂમ, શ્રેષ્ઠ ફેકલ્ટીઝ, લેબોરેટરીઝ, લાયબ્રેરી, હોસ્ટેલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું હતું કે, ભારત અને વિદેશના વિદ્યાર્થીઓ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ માટે આવે તે હેતુથી ‘સ્ટડી ઇન ગુજરાત’ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે જેના ઉપર વધુ ભાર મુકવામાં આવશે.
Related Articles
ડાયમંડ બુર્સનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે: મુખ્યમંત્રી
મિનિસ્ટ્રી ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી અને જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલનો 46મો ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ સુરતની લી-મેરેડિયન હોટેલ ખાતે યોજાયો હતો. આ સમારોહને સંબોધતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હીરા-ઝવેરા ઉદ્યોગના ઉદ્યોગકારોને સંબોધતા કહ્યું હતું કે જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્રમાં આજનો દિવસ ગુજરાતની સિધ્ધિના ઉત્સવ સમાન છે. ગુજરાતે હીરા ઉદ્યોગ પછી હવે જ્વેલરી […]
વડોદરાના સુથાર પરિવારના શ્રીજીનું સાળંગપુર હનુમાન સ્વરૂપ
વડોદરાના વાઘોડિયારોડ ખાતે પરિવાર કોસિંગ ખાતે હાર્મની હાઇટ્સ પાછળ પ્રથમ રેસિડેન્સી ખાતે રહેતા અમિત સુથારે પોતાના ઘરમાં સાળંગપુર હનુમાનદાદાના સ્વરૂપમાં શ્રીજીને શણગાર્યા છે. સુથાર પરિવારના આ ગણપતિના દર્શન તમે રૂબરૂ નહીં કરી શકો તો અમારા માધ્યમ થકી કરી શકો છો.(ખાસ નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં તમે હજી પણ એન્ટ્રી લઇ શકો […]
જ્વેલર્સ સાથે ઠગાઇમાં બીલીમોરાના ભાજપ અગ્રણીની સંડોવણી
બીલીમોરાનાં આર.એ.પરીખ જ્વેલર્સમાંથી બે વર્ષ અગાઉ રૂ.60,71,781નાં 1692.320 ગ્રામનાં સોનાનાં દાગીના પડાવી લેવાના કેસમાં મહિલા આરોપીએ આ દાગીના તેના મિત્ર ભાજપ અગ્રણીને આપ્યા હોવાની રિમાન્ડ દરમિયાન કબૂલાત કરી હતી. જે દાગીના તેના મિત્રએ અલગ અલગ અનેક લોકો પાસે મુથુટ ફિનકોપ લિ. માં ગીરવે મુકાવી લોન મેળવી હતી. દરમિયાન રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે વધુ રિમાન્ડ માટે […]