કર્ણાટકની ચામરાજનગર જિલ્લા હોસ્પિટલમાં 24 કલાકની અંદર 24 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. તેમાં 23 કોરોના સંક્રમિત અને એક અન્ય રોગથી પીડાતા દર્દીઓનો સમાવેશ થાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે દર્દીઓના મોત ઓક્સિજનના અભાવ અને અન્ય કારણોસર થયા છે. જો કે, જિલ્લા વહીવટીતંત્રે ઓક્સિજનના અભાવનો ઇનકાર કર્યો છે. કર્ણાટકના ચામરાનગર ડિસ્ટ્રીક્ટની એક હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટતાં 24 લોકોના મોત થયા છે. હોસ્પિટલને બેલ્લારીથી ઓક્સિજન મળવાનો હતો. પરંતુ ઓક્સિજન આવતા વાર લાગી હોવાના કારણે આ મોટી ર્દુઘટના થઈ છે. આ ર્દુઘટના પછી મૈસુરથી 250 ઓક્સિજન સિલિન્ડર મોકલવામાં આવ્યા છે.
Related Articles
કોંગ્રેસ સહિતના વિપક્ષે યોજી કિસાન સંસદ
ભૂતપૂર્વ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત વિપક્ષી દળોના ઘણા નેતાઓએ શુક્રવારે વિરોધ કરનારા ખેડૂતો પ્રત્યે એકતા વધારી અને અહીંના જંતર-મંતર પર તેમની કિસાન સંસદમાં જોડાયા હતા અને કહ્યું કે, લાગુ કરવામાં આવેલા ત્રણ ‘કાળા’ કૃષિ કાયદા પરત લેવા જોઈએ. 14 વિપક્ષી દળોના નેતાઓ સંસદ ભવન ખાતે મળ્યા અને પછી કિસાન સંસદમાં ભાગ લેવા માટે નજીકના […]
પોર્ટલ લોન્ચ થયાના બે મહિના પછી પણ આવકવેરાનું ઇ ફાઇલિંગ થઇ શકતું નથી
નાણાં મંત્રાલયે ઈન્ફોસિસના એમડી અને સીઈઓ સલીલ પારેખને નાણાંમંત્રી નિર્મલા સીતારમણને સમજાવવા માટે બોલાવ્યા છે કે, ઈનકમ ટેક્સ પોર્ટલમાં લોન્ચ થયાના બે મહિના પછી પણ સમસ્યાઓ કેમ ઉકેલાઈ નથી. પોર્ટલ 21 ઓગસ્ટથી ઉપલબ્ધ નહીં હોવાની હકીકતની નોંધ લેતા, ઇન્ફોસિસના ટોચના એક્ઝિક્યુટિવને સમજાવવા માટે કહેવામાં આવશે કે, શા માટે બહુવિધ અવરોધો તેની સરળ કામગીરીને અટકાવે છે. […]
મહારાષ્ટ્રમાં ઓક્સિજન ટાંકી લીકેજ થતાં 22 દર્દીના મોત
મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી એક હોસ્પિટલ ખાતે ઓક્સિજન ટેન્ક લીક થવાને કારણે મોટી હોનારત સર્જાતા અહીંના નાસિકની હોસ્પિટલમાં 10 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. ઓક્સિજનના લિકેજને લીધે થોડા સમય માટે સપ્લાય બંધ કરવામાં આવી હતી, જે દરમિયાન દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. બુધવારે અહીં ઝાકિર હુસેન હોસ્પિટલમાં ઓક્સિજન ટાંકી લિક થઈ ગઈ હતી, ત્યારબાદ હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના […]