રાજય સરકારે તાજેતરમાં કરેલા આઈએએસની બદલીના આદેશમાં આંશિક ફેરફાર કરીને સરકારે ડાંગના નવા કલેકટર તરીકે નીમાયેલા એ.એમ.શર્માને હવે પોરબંદરના નવા કલેકટર તરીકે નિમણૂક આપવામાં આવી છે. જયારે ડાંગના નવા કલેકટર તરીકે બી.કે.પંડ્યાની નિમણૂક કરી દીધી છે. જયારે મહિલા બાળ કલ્યાણ વિભાગમાં આઈસીડીએસ ડાયરેકટર તરીકે નિમણૂક કરી છે.અમદાવાદમાંથી અધિક કમિશનર (ટેકસ) બી. કે. પંડયાને ડાંગ કલેકટર તરીકે મૂકવામાં આવ્યા છે.જયારે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી ગાર્ગી જૈનની બદલી આરોગ્ય વિભાગમાં કરાઈ છે.
