આંતરિક ખેંચતાણના કારણે અટકી પડેલી અમદાવાદ અને ગાંધીનગર શહેરના ભાજપના પ્રમુખોની છેવટે વરણી કરાઈ છે. પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વ્રારા અમદાવાદ શહેર માટે પૂર્વ મેયર અમીત શાહની શહેર પ્રમુખ તરીકે, જ્યારે ગાંધીનગરના શહેર પ્રમુખ તરીકે માણસાના ભાજપના અગ્રણી અનિલ પટેલની વરણી કરાઈ છે. અમીત શાહ સતત પાંચ વર્ષ સુધી મનપાના કાઉન્સિલર તરીકે રહી ચૂકયા છે. આ ઉપરાંત કોર્પોરેશનમાં પક્ષના નેતા તરીકે પણ રહી ચૂકયા છે.
