ભારતમાં રશિયાની કોરોના વેક્સિન સ્પુતનિક વીની બીજી ખેપ આવી ચૂકી છે. હૈદરાબાદમાં રવિવારે રશિયન વેક્સિનની બીજી ખેપ વિશેષ વિમાનમાં આવી પહોંચી હતી. દેશમાં કોરોના વાયરસની બીજી લહેરના કહેર વચ્ચે કોવિશીલ્ડ અને કોવેક્સિન પછી હવે વધુ એક વેક્સિન સ્પુતનિક-વી પણ બજારમાં ઉપલબ્ધ થશે. ભારતમાં સ્પુતનિકને આયાત કરનારી કંપની ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝએ જણાવ્યુ કે રસીના માટે લગભગ એક હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડશે. કોરોનાના તમામ નવા વેરિએન્ટના વિરુધ્ધ સ્પુતનિક રસી કારગર હોવાનું રશિયાના ભારત સ્થિત રાજદૂતે જણાવ્યુ હતુ. રશિયન રાજદૂત એન. કુદાશેવએ કહ્યુ કે સ્પુતનિક-વી પ્રભાવશાળી હોવાની વાતથી દુનિયા સુપરિચિત છે. રશિયામાં રસીકરણ અભિયાનમાં તેનો સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યુ રશિયાના તજજ્ઞોએ એલાન કર્યુ છે કે આ વેક્સિન કોવિડ-19ના નવા વેરિએન્ટની સામે પણ કારગર છે. રશિયા દ્વારા નિર્મિત સ્પૂતનિક-વી રસીની પ્રથમ ખેપ અંતર્ગત લગભગ દોઢ લાખ ડોઝનો પુરવઠો ગત તા. 1લી મેએ ભારત આવી પહોંચ્યો હતો. આ રસીને ગત તા. 13મી મેએ ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી પ્રદાન કરી દેવાઈ છે. એથી આગામી સપ્તાહથી તે બજારમાં ઉપલબ્ધ થઈ જશે.
Related Articles
મમતાએ ત્રીજી વાર બંગાળના CMના શપથ લીધા
મમતા બેનર્જીએ બુધવારના રોજ ત્રીજીવાર બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રાજ્યપાલ જગદીશ ધનખડેએ તેઓને શપથ અપાવ્યા હતા. મમતાનામંત્રીમંડળના લોકો 6 મેના રોજ શપથ લેશે, દીદીનો આ કાર્યક્રમ ટાઉન હોલમાં યોજાયો હતો. શપથ ગ્રહણમાં આશ્ચર્ય જનક વાત એ હતી કે, રાજ્યપાલનીચેતવણી અને મમતાનું રિએક્શન. શપથગ્રહણ પછી રાજ્યપાલ જગદીશ ધનખડે મમતાને સમજાવતા કહ્યું હતું કે, રાજ્યમાં […]
અઢી વર્ષ પછી અયોધ્યાનું રામમંદિર ભક્તો માટે ખૂલ્લુ મૂકાશે
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ યોજના અનુસાર આગળ વધી રહ્યું છે. તેમજ વર્ષ 2023ના અંત સુધીમાં ભક્તોને ભગવાનના દર્શન કરવાની મંજૂરી આપવામાં આવે તેવી અપેક્ષા છે. એમ રામ મંદિર ટ્રસ્ટના સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું. પરંતુ, સંપૂર્ણ મંદિર સંકુલ વર્ષ 2025 સુધીમાં બનીને તૈયાર થઈ જશે. ભવ્ય પ્રોજેક્ટની વિગતો શેર તેઓએ કહ્યું કે, મુખ્ય મંદિર ત્રણ માળનું […]
મુંબ્રા વિસ્તારની પ્રાઇમ ક્રિટીકેર હોસ્પિટલમાં આગ, 4નાં મૃત્યુ
મહારાષ્ટ્રના થાણેના મુંબ્રા વિસ્તારમાં બુધવારે સવારે 3 વાગ્યે પ્રાઈવેટ હોસ્પિટલ પ્રાઈમ ક્રિટીકેરમાં ભીષણ આગ લાગી. આ ઘટનામાં 4 દર્દીનાં મૃત્યુ થયાં છે અને લગભગ 20 દર્દીને રેસ્કયૂ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, આગ પછી ICUમાં દાખલ થયેલા 6 લોકોના શિફ્ટિંગ દરમિયાન 4નાં મોત થયાં છે.